શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

આ 64 અંકો દ્વારા જાણો તમારી દરેક પરેશાનીઓનો ઉકેલ, બસ 1 ક્લિકથી..

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. અર્થાત બધા માંગલિક કાર્યોમાં સૌથી પહેલા શ્રીગણેશ ને જ પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા વગર કોઈપણ શુભ કાર્ય થતુ નથી.  હાલ બધે ગણેશ ઉત્સવની ધૂમ છે. આ શુભ અવસર પર આપણે માટે લાવ્યા છીએ શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર. જેના માધ્યમથી તમે તમારા જીવનની પરેશાનીઓ અને પ્રશ્નોનો હલ સહેલાઈથી મેળવી શકો છો. આ યંત્રની ઉપયોગ વિધિ આ પ્રકારની છે.  યંત્રની ઉપયોગ વિધિ. 
જેને પણ પોતાના પ્રશ્નોના જવાબ કે પરેશાનીઓનો ઉકેલ જાણવો છે તે પહેલા 5 વાર ૐ નમ: શિવાય: મંત્રનો જાપ કર્યા પછી 11 વાર ૐ ગં ગણપતયૈ નમ: મંત્રનો જાપ કરે. ત્યારબાદ આંખો બંધ કરીને પોતાનો સવાલ પૂછે અને ભગવાન શ્રીગણેશનુ સ્મરણ કરતા પ્રશ્નાવલી યંત્ર પર કર્સર ફરાવતા રોકી દે.  જે કોષ્ટક (બોક્સ) પર કર્સર થોભી જાય એ કોષ્ઠકમાં લખેલ અંકના ફળાદેશ જ તમારા પ્રશ્નનો ઉત્તર સમજો. અંક 1થી 4 સુધીના ફળાદેશ આ પ્રકારના છે. 
 
1. તમે જ્યારે પણ સમય મળે રામ નામનો જાપ કરો. તમારી મનોકામના થોડાક જ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. 
2. તમે જે કામ કરવા માંગો છો તેમા નુકશાન થઈ શકે છે.  કોઈ બીજુ કામ કરવા અંગે વિચારો. ગાયને ચારો ખવડાવો. 
3. તમારી ચિંતા દૂર થવાનો સમય આવી ગયો છે. કષ્ટ મટશે અને સફળતા મળશે. તમે રોજ પીપળની પૂજા કરો. 
4. તમને લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ નવો સભ્ય આવી શકે છે. સુખ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે. કુળદેવતાની પૂજા કરો. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
શ્રી ગણેશ પ્રશ્નાવલી યંત્ર (5થી 15 સુધી) 
 
5. તમે શનિદેવની આરાધના કરો. વ્યાપારિક યાત્રા પર જવુ પડે તો ગભરાશો નહી. લાભ જ થશે. 
 
6. તમે શનિદેવની આરાધના કરો. વ્યાપારિક યાત્રા પર જવુ પડે તો ગભરાશો નહી. લાભ જ થશે. 
 
7. પૈસાની તંગી જલ્દી દૂર થઈ શકે છે. પરિવારમાં વૃદ્ધિ થશે. સ્ત્રી તરફથી ધન પ્રાપ્ત થશે. 
 
8. તમને ધન અને સંતાન બંનેની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી તમને લાભ થશે. 
 
9. તમારી ગ્રહ દિશા અનુકૂલ ચાલી રહી છે.  જે વસ્તુ તમારાથી દૂર જતી રહી છે તે પુન: પ્રાપ્ત થશે. 
 
10. ટૂંક સમયમાં જ કોઈ પ્રસન્નતાના સમાચાર મળવાના છે. તમારી મનોકામના પણ પુર્ણ થશે. રોજ પૂજન કરો. 
 
11. જો તમને વેપારમાં નુકશાન થઈ રહ્યુ છે તો કોઈ બીજો વેપાર કરો. પીપળને રોજ જળ ચઢાવો. સફળતા મળશે. 
 
12. રાજ્ય તરફથી લાભ મળશે. પૂર્વ દિશા તમારે માટે શુભ છે. આ દિશામાં યાત્રાના યોગ બની શકે છે. માન-સન્માન પ્રાપ્ત થશે. 
 
13. થોડાક જ દિવસમાં તમારો શ્રેષ્ઠ સમય આવવાનો છે. કપડાના વ્યવસાય કરશો તો સારુ રહેશે. બધુ અનુકૂળ રહેશે. 
 
14. જે ઈચ્છા તમારા મનમાં છે તે પુર્ણ થશે. રાજ્ય તરફથી લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મિત્ર કે ભાઈ સાથે મેળાપ થશે. 
 
15. તમારા સપનામાં ખુદને ગામ જતા જુઓ તો શુભ સમાચાર મળશે. પુત્ર તરફથી લાભ થશે. ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. 

શ્રી ગણેશ પ્રશ્નાવલી યંત્ર (16થી 25 સુધી) 
 
16. તમે દેવી મા ની પૂજા કરો. મા જ સપનામાં આવીને તમારુ માર્ગદર્શન કરશે. સફળતા મળશે. 
 
17. તમારો સારો સમય આવી ગયો છે. ચિંતા દૂર થશે. ધન અને સુખ પ્રાપ્ત થશે. 
 
18. યાત્રા પર જઈ શકો છો. યાત્રા મંગળ, સુખદ અને લાભકારી રહેશે. કુળદેવીનુ પૂજન કરો. 
 
19. તમારી સમસ્યા દૂર થવામાં હાલ લગભગ દોઢ વર્ષનો સમય બાકી છે. જે કાર્ય કરો માતા-પિતાને પૂછીને કરો. કુલ દેવતા અને બ્રાહ્મણની સેવા કરો. 
 
20. શનિવારે શનિદેવનુ પૂજન કરો. ગુમ થયેલ વસ્તુ મળી જશે. ધન સંબંધી સમસ્યા પણ દૂર થઈ જશે. 
 
21. તમે જે પણ કાર્ય કરશો તેમા સફળતા મળશે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. તમે શ્રીગણેશનુ પૂજન કરો. 
 
22. જો તમારા ઘરમાં ક્લેશ રહે છે તો રોજ ભગવાનની પૂજા કરો અને માતા-પિતાની સેવા કરો. તમને શાંતિનો અનુભવ થશે. 
 
23. તમારી સમસ્યાઓ જલ્દી દૂર થશે. તમે ફક્ત તમારા કામમાં મન લગાવો અને ભગવાન શંકરની પૂજા કરો. 
 
24. તમારા ગ્રહ અનુકૂળ નથી. તેથી તમે રોજ નવગ્રહની પૂજા કરો. તેનાથી તમારી સમસ્યાઓ ઓછી થશે અને લાભ મળશે. 
 
25. પૈસાની તંગીને કારણે તમારા ઘરમાં ક્લેશ થઈ રહ્યો છે. થોડા દિવસો પછી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે. તમે મા લક્ષ્મીનુ પૂજન કરો. 
 
અન્ય અંકો સાથે જોડાયેલ જવાબ જાણવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો. 

શ્રી ગણેશ પ્રશ્નાવલી યંત્ર (26થી 35 સુધી) 
 
26. જો તમારા મનમાં નકારાત્મક વિચાર આવી રહ્યા છે તો તેના પર ધ્યાન ન આપો અને ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવો. ફાયદો થશે. 
 
27. તમે જે કાર્ય આ સમયે કરી રહ્યા છો તે તમારા માટે યોગ્ય નથી. તેથી કોઈ બીજા કાર્ય વિશે વિચાર કરો. કુળદેવતાનુ પૂજન કરો. 
 
28. તમે પીપળના ઝાડની પૂજા કરો અને દીવો પ્રગટાવો. તમારા ઘરમાં ટેંશન નહી થાય અને ધન લાભ પણ થશે. 
 
29. તમે રોજ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માની પૂજા કરો. તેનાથી તમને મનગમતી સફળતા મળશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે. 
 
30. રવિવારનુ વ્રત અને સૂર્ય પૂજા કરવાથી ફાયદો થશે. વેપાર કે નોકરીમાં થોડી સાવધાની રાખવી. તમને સફળતા મળશે. 
 
31. તમારા બિઝનેસમાં લાભ થશે. ઘરમાં ખુશહાલીનુ વાતાવરણ રહેશે અને બધુ ઠીક રહેશે. તમે નાના બાળકોને મીઠાઈ વહેંચો. 
 
32. તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. બધુ ઠીક થઈ રહ્યુ છે. તમારી ચિંતા દૂર થશે. ગાયને ચારો ખવડાવો. 
 
33. માતા-પિતાની સેવા કરો. બ્રાહ્મણને ભોજન કરાવો અને ભગવાન શ્રીરામની પૂજા કરો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. 
 
34. મનોકામનાઓ પૂર્ણ થશે. ધન ધાન્ય અને પરિવારમાં વૃદ્ધિ આવશે. કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો.
 
35. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં નથી. જે પણ કરો સમજી વિચારીને કરો અને તમારા વડીલોના વિચાર લઈને જ કરો. તમે ભગવાન દત્તાત્રેયની પૂજા કરો. 

 
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર( 36 થી 45 સુધી) 
36. તમે રોજ ભગવાન શ્રીગણેશને દૂર્વા ચઢાવો અને પૂજા કરો. તમારી દરેક મુશ્કેલી દૂર થઈ જશે. ધૈર્ય બનાવી રાખો.
 
37. તમે જે કાર્ય કરી રહ્યા છો એ  ચાલુ રાખો. આગળ જઈને તમને એનો ફાયદો થશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. 
 
38. સતત ધન હાનિની ચિંતા થઈ રહી છે તો ગભરાશો નહી. થોડાક જ  દિવસમાં તમારા માટે અનૂકૂળ સમય આવવાવાળો છે. મંગળવારને હનુમાનજીને સિંદૂર અર્પિત કરો. 
 
39. તમે ભગવાન સત્યનારાયણની કથા કરાવો. તમારી સમસ્યાઓનું  સમાધાન જલ્દી થઈ શકે છે. તમને સફળતા પણ મળશે. 
 
40. તમારા માટે હનુમાનજીનું  પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે. ખેતી અને વ્યાપારમાં લાભ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 
 
41. તમને ધનની પ્રાપ્તિ થશે. કુટુંબમાં વૃદ્ધિ થશે અને ચિંતાઓ દૂર થશે. કુળદેવીનો પૂજન કરો. 
 
42. જલ્દી જ સફળતા મળવાની છે. માતા-પિતા અને મિત્રોનો સહયોગ મળશે. ઓછા ખર્ચ કરો અને ગરીબોને એમની જરૂરિયાત મુજબ દાન કરો. 
 
43. રોકાયેલુ કામ પુર્ણ થશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે. મિત્રોને સહયોગ મળશે. સમજી વિચારીને નિર્ણય લો. શ્રીકૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ લગાવો. 
 
44. ધાર્મિક કામમાં મન લગાડો. આથી તમને લાભ થશે અને બગડતા કામ બની જશે. 
45. ધૈર્ય બનાવી રાખો. બેકારની ચિંતામાં સમય ન ગુમાવો. તમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. 
46. ધાર્મિક યાત્રા પર જવું પડી શકે છે. એમાં લાભ મળવાની શકયતા છે. રોજ ગાયત્રી મંત્રનો જાપ કરો. 
47. દરરોજ સૂર્યને અર્ધ્ય આપો અને પૂજા કરો. તમારા શત્રુઓને ભય નહી સતાવાશે. તમારી મનોકામના પૂરી થશે. 
48. તમે જે કામ કરી રહ્યા છો. એ જ કરતા રહો. જૂના મિત્રો થી મુલાકાત થશે , જે તમારા માટે ફાયદારી રહેશે. પીપળને રોજ જળ ચઢાવો.
49. જો તમારી સમસ્યા પૈસાથી સંકળાયેલી છે તો રોજ શ્રીસૂક્તનો પાઠ કરો અને લક્ષ્મીજીની પૂજા કરો. સમસ્યા દૂર થઈ જશે. 
50. તમારા અધિકાર તમને જરૂર મળશે. તમે ગભરાવો નહી બા મન લગાવીને તમારા કામ કરો. દરરોજ પૂજા જરૂર કરો. 
51. તમે જે ધંધો કરવા ઈચ્છે છે , એનામાં જ સફળતા મળશે. પૈસા માટે કોઈ ખોટો કામ ન કરો. તમે રોજ જરૂરિયાત લોકોને દાન-પુણ્ય કરો. 
52. એક મહીનાની અંદર જ તમારી મુશ્કેલી ઓછી થઈ જશે અને સફળતા મળવા લાગશે. તમે કન્યાઓને ભોજન કરાવો. 
53. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો જરૂર જાઓ. એમાં તમને સફળતા મળશે . તમે શ્રીગણેશની પૂજા કરો. 
54. તમે જે પણ કામ કરો , કોઈને પૂછીને કરો નહી તો નુકશાન થઈ શકે છે. વિપરીત પરિસ્થિતિથી ગભરાવો નહી. સફળતા જરૂર મળશે. 
55. તમે મંદિરમાં રોજ દીપક પ્રગટાવો , એનાથી તમને લાભ મળશે અને મનોકામના પૂરી થશે.   
56. પરિવારમાં કોઈના રોગના કારણે પરેશાન છો તો રોજ  મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. થોડા જ દિવસોમાં તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે. 
57. તમારા માટે સમય ઠીક નહી. તમારા કામ પર ધ્યાન આપો. પ્રમોશન માટે રોજ ગાયને રોટલી ખવડાવો. 
58. તમારા ભાગ્યમાં ધન-સંપત્તિ વગેરે બધી સુવિધાઓ છે. થોડા ધૈર્ય રાખો અને ભગવાનમાં આસ્થા રાખીને લક્ષ્મીજીને નારિયળ ચઢાવો. 
59. જે તમે સોચી રહ્યા છો એ કામ પૂરો થશે , પણ એમાં કોઈનો સહયોગ લેવું પડી શકે છે. તમે શનિદેવની પૂજા કરો. 
60. તમે તમારા પરિજનથી મનમુટાવ ન રાખો તો જ તમને સફળતા મળશે . રોજ હનુમાનજીના મંદિરમાં ચૌમુખી દીપક પ્રગટાવો. 
61. જો તમે તમારા કરિયરને લઈને ચિંતિત છો તો શ્રીગણેશની પૂજા કરવાથી તમને લાભ મળશે. 
62. તમે રોજ શિવજીના મંદિરમાં જઈ એક લોટો જળ ચઢાવો અને દીપક લગાડો. તમારા રોકાયેલા કામ થઈ જશે. 
63. તમે જે કામ વિશે જાણવા ઈચ્છો છો એ શુભ નહી છે એના વિશે વિચારવું બંદ કરી દો. નવગ્રહની પૂજા કરવાથી તમને સફળતા મળશે. 
64. તમે રોજ લોટની ગોળી બનાવીને માછલીઓને ખવડાવો. તમારી દરેક સમસ્યાનો ઉકેલ થઈ જશે.