રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By

નવરાત્રી વિશેષ - શુ આપ નવરાત્રી વ્રત કરી રહ્યા છો, તો જાણી લો વ્રત દરમિયાન શુ ખાવુ અને શુ ન ખાવુ જોઈએ ?

navratri fast
જો તમે નવરાત્રીમાં પ્રથમ વખત 9 દિવસના ઉપવાસ કરી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમારે આ દરમિયાન તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે, નહીં તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક ઓછી ઉર્જા, ક્યારેક નબળાઈ તમને પરેશાન કરતી રહેશે. અને 9 દિવસના ઉપવાસ એક -બે દિવસમાં સમાપ્ત કરવા પડશે. તેથી ઉપવાસમાં પણ એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે તમારું પેટ તો ભરેલું જ રાખે જ છે પણ સાથે જ તમારા ઉર્જા સ્તરને પણ જાળવી રાખે છે. તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ 
 
લોટ અને અનાજ - આરારોટનો લોટ, સાબુદાણા, સાબુદાણાનો લોટ, કટ્ટુનો લોટ, રાજગીરાનો લોટ, શિંગોડાનો લોટ, સામા ચાવલ(મોરિયો).
 
ફળ - કેળા, દ્રાક્ષ, નારંગી, પપૈયું, શક્કરટેટી, તમામ પ્રકારના ફળો ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. આ ફળો રસ ભર્યા હોવાથી શરીરમાં પાણીની કમી પણ થવા દેતા નથી અને એનર્જી પણ આપે છે. 
 
શાકભાજી - કોળુ, બટાકા, અરબી, શક્કરીયા, ગાજર, કાચા કેળા, કાકડી અને ટામેટા ફક્ત ઉપવાસ દરમિયાન જ ખાઈ શકાય છે.
 
ડેરી પ્રોડક્ટ  - દૂધ, દહીં, પનીર, ઘરે બનાવેલું માખણ, ઘી, કન્ડેન્સ્ડ મિલ્કનું સેવન કરી શકાય છે.
 
સુકોમેવો  - ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે સુકોમેવો શ્રેષ્ઠ છે. કાજુ, બદામ, પિસ્તા, મગફળી, તરબૂચના બીજ, કિસમિસ, અખરોટ જે પણ મળે તે ખાઈ શકાય છે. આને તમે ઉપવાસ માટે બનાવેલી વાનગીઓમાં પણ નાખીને ખાઈ શકો છો. 
 
સેંઘાલૂણ, ખાંડ, મધ, ગોળ, જીરું, લાલ મરચું પાવડર, સરસવ, કેરી અને તમામ પ્રકારના આખા મસાલાનો ઉપયોગ ઉપવાસ દરમિયાન તૈયાર કરેલા ભોજનમાં કરી શકાય છે.
 
ગાર્નિશિંગ માટે - લીલા મરચાં, લીલા ધાણા, આદુ અને લીંબુનો રસ વાપરી શકાય છે. 
 
કુકિંગ ઓઈલ - જોકે મોટાભાગની ઉપવાસની વાનગીઓ ઘીમાં જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ સિવાય તમે સૂર્યમુખી અને સીંગતેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ઘીમાં બનેલા ભોજનનો સ્વાદ જુદો અને એકદમ  પૌષ્ટિક પણ હોય છે.
 
નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ વસ્તુઓનું સેવન ન કરો
 
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું સંપૂર્ણપણે ટાળો.
 
ઘઉંનો લોટ, મેદો, ચોખા, સોજી અને ચણાનો લોટ ઉપવાસ દરમિયાન ન ખાવો જોઈએ. 
 
ફાસ્ટિંગ ફૂડમાં પણ સામાન્ય મીઠું વપરાતું નથી. ફક્ત સેંધાલૂણનો જ ઉપયોગ કરવો.