રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 4 નવેમ્બર 2024 (09:29 IST)

Labh Pancham 2024 - લાભ પાંચમ મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

labh panach
સનાતન ધર્મમાં લાભ પાંચમ પર્વ ખૂબ વધારે મહત્વ હોય છે.તેને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમીના નામથી પણ ઓળખાય છે. દિવાળીના સૌથી અંતિમ દિવસ હોય છે લાભ પાંચમ. આ દિવસે કોઈ પણ વેપાર શરૂ કરવુ ખૂબ શુભ ગણાય છે. 
 
આ તહેવાર ગુજરાતના સૌથી લોકપ્રિય તહેવાર છે અને તેને મુખ્યરૂપથી ગુજરાતમાં જ ઉજવાય છે. ગુજરાતમાં લોકો લાભ પાંચમના દિવસે જ તેમની દુકાન કે વેપાર ખોલે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહીએ છે. સૌભાગ્યનો અર્થ હોય છે સારુ ભાગ્ય અને લાભનો અર્થ હોય છે ફાયદો એટલે તેને ફાયદાની પંચમી કહેવાય છે. 
 
લાભ પાંચમનુ મહત્વ 
આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ શુભ અને ફળદાયી હોય છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવુ બિજનેસ સ્ટાર્સ કરે છે તો તેને ફાયદો થાય છે. આ તહેવાર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
 
આ દિવસે વેપારી નવા ખાતાવહી શરૂ કરે છે ખાતાવહીમાં લાલ કંકુથી શુભ-લાભ લખે છે અને ભગવાન ગણેશનો નામ લખાય છે અને સાથિયો પણ બનાવે છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનો ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વને ઉજવીએ છે ધન-ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસથી વેપારીઓ તેમના ધંધો વેપારની શરૂઆત કરે છે દુકાન ખોલે છે જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી સુખ- સમૃદ્ધિ મળે છે. આ દિવસે ધનની દેવા લક્ષ્મીની સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરાય છે.  

 લાભ પાંચમ મુહૂર્ત

લાભ પાંચમ ચોઘડિયા મુહૂર્ત 06-11-2024 (બુધવાર)
 
લાભ પાંચમ શરૂ  12:16 AM on Nov 06, 2024
લાભ પાંચમ સમાપ્ત - 12:41 AM on Nov 07, 2024
સવારે 06:45 થી 09:32 સુધી લાભ, અમૃત
બપોરે 10:56 થી 12:20 સુધી શુભ
સાંજે 03:07 થી 05:55 સુધી ચલ, લાભ
 
લાભ પાંચમ પૂજા વિધિ 

- આ દિવસે લોકો સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને સૂર્ય દેવતાને જળાભિષેક કરાય છે. તે પછી શુભ મુહુર્તમાં ભગવાન ગણેશ શિવની પૂજા કરાય છે. 
 
- ભગવાન ગણેશની પૂજા ચંદન, સિંદૂર, અક્ષત, પુષ્પો, દુર્વાથી કરવી જોઈએ અને ભગવાન આશુતોષની પૂજા ભસ્મ, બિલ્વપત્ર, ધતુરા, સફેદ વસ્ત્ર અને અર્પણ કરીને કરવામાં આવે છે.
 
- ત્યાર બાદ ગણેશજીને મોદક અર્પણ કરવામાં આવે છે અને દૂધની સફેદ વાનગીઓ શિવને ભોગ અર્પણ કરવામાં આવે છે. 
 
- તે પછી ભગવાન શિવ અને ગણેશજીની આરતી કરવી જોઈએ. આ દિવસે બધા મંદિરોમાં જઈને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. 
 
- દિવાળીના તહેવાર ભારતના બીજા ભાગોમાં ભાઈ બીજની સાથે પુરૂ થઈ જાય છે પણ ગુજરતામાં દિવાળીનો તહેવાર લાભ પાંચમની સાથે સમાપ્ત થાય છે.