ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

લાભ પાંચમ અર્થાત જ્ઞાન પંચમી - આજે કરી લો આ એક ઉપાય, આવનારુ વર્ષ ધન સંપત્તિથી ભરપૂર રહેશે

labh pancham
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવાય છે. આજના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. 
 
જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા માટે તમારો વ્યવસાય કે આવનારો સમય તમરા માટે શુભ બને તો લાભપાંચમના દિવસે 18 નવેમ્બર, ના રોજ આ ઉપાય અવશ્ય કરો.
 
આ દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરો અને પૂર્વ દિશા તરફ મોઢી કરીને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડું પાથરો અને તેના પર ચોખા દ્વારા આંકડાના ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ચોખા અને વસ્ત્ર(સૂત) ચઢાવી પૂજા કરો અને ધૂપ દીપ કરો. ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળાથી નીચે બતાવેલ મંત્રની પાંચ માળાનો જાપ કરો.
 
ૐ નમો વિઘ્નહરાય ગં ગણપતેય નમ:
 
ત્યારબાદ આંકડા દ્વારા બનેલ શ્વેતકર્ણ ગણપતિ અને મૂંગાની માળાને લાલ કપડાંમાં બાંધીને ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મુકો. આવુ કરવાથી તમારો વ્યવસાયમાં લાભ થશે. તમારુ આવનારુ વર્ષ ધન સંપત્તિથી ભરપૂર રહેશે.