બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (17:40 IST)

દિવાળીમાં પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ

દીપક - દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. તેથી દરેક હિન્દુ પૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પારંપરિક દીવાની રોશનીને છોડીને લાઈટના દીવા કે મીણબત્તી લગાવે છે જે યોગ્ય નથી. 
રંગોળી - ઉત્સવ પર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણને સજાવવામાં આવે છે. આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણ કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે. 
કૌડી - પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમા આવેલ તિજોરીમાં અને ખિસ્સામા6 રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે. 
તાંબાના સિક્કા - તાંબાના સિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુ હોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે પણ તેની અસર પ્રભાવશાળી હોય છે. 
મંગળ કળશ : જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એક કાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમા કેટલાક પાન મુકીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાન બનાવીને તેના ગલા પર નાડાછડી બાંધવામાં આવે છે. 
શ્રીયંત્ર : ધન અને વૈભવનુ પ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ. 
કમલ અને ગેંદાના ફૂલ - કમળ અને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે. 
નૈવેદ્ય અને મીઠાઈ - લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.