દિવાળી 2019- 5 દિવસનો તહેવારના 5 ઉપાય, ધનની પરેશાની છે તો જરૂર અજમાવો
ઋણ મુક્તિના સરળ ઉપાય
દિવાળી, દિપાવલીના 5 દિવસ ધનના સંકટ દૂર કરવા માટે સૌથી શુભ ગણાયા છે. શાસ્ત્રાનુસાર માણ્સ જો તેમના મૂળ કર્જથી નિવૃતિનો ઉપાય નહી કરે છે તો તે જીવનમાં અર્થ, ઉપકાર, દયાના રૂપમાં કોઈ પણ રીતનો ઉધાર લેવું જ પડે છે. આ ઉધારને ઉતાર્યા પછી જ માણસ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. આવો જાણી 5 દિવસીય પર્વના ઉપાય...
- ધનતેરસના દિવસે 13 દીવા પ્રગટાવો અને દરેક દીવામાં એક કોડી નાખી દો. દીવા પૂર્ણ થઈ જાય ત્યારે આ 13 કોડી લઈને સાફ કરી અને તિજોરીમાં મૂકી દો.
-નરક ચતુર્દશીના દિવસે પવિત્રતાથી પાંચ પ્રકારના ફૂળોની માળામાં દૂર્વા અને બિલ્વપત્ર લગાવીને દેવીને અર્પિત કરો. માલ્યાઅર્પણ કરતા સમયે મૌન રાખવું આ પ્રયોગ પ્રભાવકારી થઈને યશની વૃદ્ધિ કરે છે.
- દિવાળીની રાતમાં અગિયાર વાગ્યે પછી એકાગ્રતાથી બેસીને આંખ બંદ કરીને આવું ધ્યાન કરવું કે સામે મહાલક્ષ્મી કમલાસન પર બેસી હોય અને તમે તેમના પર કમળ ફૂળ ચઢાવી રહ્યા છો. એવા કુળ 108 માનસિક કમળ પુપ અર્પિત કરવું. આવું કરવાથી લક્ષ્મીની કૃપા હોય છે.
- સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામ કે ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરવું તો અતિ ઉત્તમ છે.
- અન્નકૂટના દિવસે ભોજન બનાવીને દેવતાના નિમિત્ત મંદિરમાં પિતરોના નિમિત્ત ગાયને, ક્ષેત્રપાળને નિમિત્ત કૂતરાને, ઋષિયોને નિમિત્ત બ્રાહ્મણને, કુળદેવને નિ મિત્ત પંખીને, ભૂતાદિના નિમિત્ત ભિખારેને આપવું. સાથે જ ઝાડમાં જળ અર્પિત કરવું. સૂર્યને અર્ધ્ય આપો. અગ્નિમાં ઘી અર્પિત કરવું. કીડીને લોટ અને માછલીને લોટની ગોળી આપવાથી ઘરમાં બરકત આવે છે.
- ભાઈબીજના દિવસે સવારે શુદ્ધ પવિત્ર થઈને રેશમી દોરા અને ગુરૂ અને ઈષ્ટ દેવનો સ્મરણ કરીને ધૂપ દીપ તેમના જમણા હાથમાં આ દોરા બાંધવું. દોરા બાંધતા સમયે ઈશ્વરનો સ્મરન કરતા રહેવું. આ પ્રયોગ વર્ષપર્યંત સુરક્ષા આપે છે.
ધનની પરેશાની દૂર કરવા માટે 5 દિવસ સુધી આ ઉપાયને અજમાવો અને તીવ્રતાથી તમારા દિન બદલતા જુઓ.