1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી 2025
  4. dhanteras 2026 date

Dhanteras 2026 date- ધનતેરસ ક્યારે છે

Dhanteras
કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે વર્ષ 2026 માં ધનતેરસ 6 નવેમ્બર, 2026 (શુક્રવાર) ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે અને આ પછી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે

વર્ષ 2026 માં ધનતેરસ 6 નવેમ્બર, 2026 (શુક્રવાર) ના રોજ છે

ધનતેરસ 2026 ના શુભ મુહૂર્ત અને

• તારીખ અને વાર: 6 નવેમ્બર 2026, શુક્રવાર
• ત્રયોદશી તિથિનો પ્રારંભ: 6 નવેમ્બર 2026ના રોજ સવારે 10:30 વાગ્યે
• ત્રયોદશી તિથિ સમાપ્ત: 7 નવેમ્બર 2026ના રોજ સવારે 10:47 વાગ્યે
• મુખ્ય પૂજા મુહૂર્ત: સાંજે 06:30 થી રાત્રે 08:28 સુધી (કુલ સમયગાળો: 1 કલાક 58 મિનિટ)
• પ્રદોષ કાળ: સાંજે 05:59 થી રાત્રે 08:33 સુધી
• વૃષભ કાળ (સ્થિર લગ્ન - પૂજા માટે સર્વશ્રેષ્ઠ): સાંજે 06:30 થી રાત્રે 08:28 સુધી
• ખરીદીનો શુભ સમય: સવારે 09:30 થી સાંજે 05:30 વાગ્યા સુધી (અથવા સાંજે પૂજા મુહૂર્તમાં)

ધનતેરસના દિવસે શું કરવામાં આવે છે?

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સિવાય દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે દક્ષિણ દિશામાં ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. ધનતેરસના દિવસે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવવો શુભ છે. આમ કરવાથી અકાળ મૃત્યુથી રાહત મળે છે.
 

ધનતેરસનુ મહત્વ 

એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ. 
આગળનો લેખ
Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો