શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 મે 2024 (18:45 IST)

તારા પતિ મરી જશે...ધમકી આપી મહિલાએ વારંવાર બળાત્કાર ગુજાર્યો

surat crime news- સુરતમાં ફેસબુક પર 42 વર્ષની મહિલાના મિત્રએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. આરોપીએ 'વાસ્તુ ખામી' દૂર કરવાના નામે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે તેણીની અશ્લીલ તસવીરો પણ પોતાના ફોનમાં કેદ કરી, વાયરલ કરવાની ધમકી આપી, તેણીને બ્લેકમેલ કરી અને પોતાની વાસનાની આગ ઓલવતો રહ્યો. પોલીસે 44 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. તેણે પોતાને 'વાસ્તુ નિષ્ણાત' ગણાવ્યા. તેની ઓળખ રાહુલ પંડ્યા તરીકે થઈ છે. સુરતનો આ કિસ્સો છે.
 
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, પીડિતા અને આરોપી વચ્ચે ફેસબુક પર વર્ષ 2021માં વાતચીત શરૂ થઈ હતી. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા બંધાઈ. એક દિવસ મહિલાએ આરોપી રાહુલ પંડ્યાને તેની આર્થિક સમસ્યાઓ વિશે જણાવ્યું. તેના પર રાહુલે કહ્યું કે તેને 'વાસ્તુ શાસ્ત્ર'નું જ્ઞાન છે અને તે તેની તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. મહિલાએ તેના પર વિશ્વાસ કર્યો અને તેને પોતાના ઘરે બોલાવ્યો. રાહુલ પંડ્યા મહિલાના ઘરે પહોંચ્યો અને તેને કહ્યું કે 'વાસ્તુ' મુજબ બાથરૂમ અને બેડરૂમ યોગ્ય જગ્યાએ નથી. પછી તેમણે કહ્યું કે 'વાસ્તુ દોષ' દૂર કરવા માટે 'કર્મકાંડ' કરવા પડશે. તેણે મહિલાને બેડરૂમના દરવાજા પાસે ઊભા રહેવા કહ્યું અને 'ખામી' દૂર કરવા માટે તેના કપાળ પર ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. આ અંગે મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો.
 
પતિ મરી જશે 
મહિલા વાંધા ઉઠાવાઅ આરોપીએ કહ્યુ કે જો તે આવુ નહી કરે તો તેમના પતિ કે ઘરના કોઈ પણ એક સભ્ય મરી જશે. મહિલાની મોતની વાત સાંભળીને મહિલા ડરી ગઈ અને રાહુએ વાસ્તુ દોષ દૂરના નામ પર મહિલાની સાથે રેપ કર્યો અમે તે દરમિયાને તેમની અશ્લીલ ફોતા પણ લઈ લીધી. પછી ધમકી આપીને અને ફોટા બતાવીને તેમની સાથે ઘણી વાર રેપ કર્યો.