સંબંધિત સમાચાર
- ગુજરાત પર પહોંચતા પહેલાં જ સિસ્ટમ ખૂબ મજબૂત બની, હવે આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ
- કુશ્તી છોડવા બાબતે વીનેશ ફોગાટે શું કહ્યું ?
- દિલ્હીમાં ડિવાઈડર પર સૂઈ રહેલા પાંચ લોકોને ટ્રકે કચડી નાખ્યા, ત્રણના મોત
- મોરબીમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા મોટો અકસ્માત, રાહત દળે 10 લોકોને સુરક્ષિત બચાવ્યા
- ગીરના 'ભગત' સિંહનું મૃત્યુ થયું, કેવો હતો એનો દબદબો?
જન્માષ્ટમીના દિવસે માનવતા શર્મસાર, 3 મહીનાના વાછરડાથી દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના જમુનાપર પોલીસ સ્ટેશન વિસ્તારની રોશન વિહાર કોલોનીમાં માનવતાને શરમાવે એવો મામલો સામે આવ્યો છે.
જ્યાં એક યુવકે 3 મહિનાની ગાયના વાછરડાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. જ્યારે વાછરડાના માલિકે સ્થળ પર પહોંચીને તેણીને લોહી નીકળતી જોઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તરત જ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી યુવકની ધરપકડ કરી.
આ ઘટના અંગે વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, 3 મહિનાની વાછરડી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. વાછરડાના માલિકની ફરિયાદ બાદ દુષ્કર્મના આરોપી યુવક બોબીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેણે દારૂના નશામાં આ જઘન્ય ગુનો કર્યો હતો. ધરપકડ બાદ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ વાછરડા સાથે દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી હતી. આ ઘૃણાસ્પદ ઘટના બાદ ગૌ રક્ષક જૂથ નારાજ છે.
