શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (18:29 IST)

લોન ન મળી તો યુવકે સળગાવી દીધી બેન્ક, આટલા લાખનો નુકશાન થયો

કર્નાટકના હાવેરી જિલ્લામાં એક 33 વર્ષના યુવકે બેંકને આગ લગાવી દીધી કારણ કે બેંકે તેની લોન નકારી કાઢી હતી. મામલો ગત રવિવારનો છે.
 
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કાગીનેલી પોલીસે આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આરોપીની ઓળખ રત્તીહલ્લી શહેરના રહેવાસી વસીમ હઝરતસાબ મુલ્લા તરીકે થઈ છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને લોનની જરૂર હતી તેથી તે બેંકમાં ગયો હતો. દસ્તાવેજોની ચકાસણી બાદ બેંકે વ્યક્તિને લોન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
 
લોનની અરજી નકારવાથી નારાજ મુલ્લા શનિવારે મોડી રાત્રે બેંકની શાખામાં પહોંચ્યો હતો. તેણે બેંકની બારી તોડી બેંકની ઓફિસમાં પેટ્રોલ છાંટી દીધું. આ પછી ઓફિસને આગ ચાંપવામાં આવી હતી.
 
પોલીસે જણાવ્યું કે આગમાં 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પાંચ કોમ્પ્યુટર, પંખા, લાઇટ, પાસબુક પ્રિન્ટર, કેશ કાઉન્ટીંગ મશીન, ડોક્યુમેન્ટ, સીસીટીવી અને કેશ કાઉન્ટર બળી ગયા હતા.