મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (00:04 IST)

ભત્રીજાનો પ્રેમ કાકાનો જીવ લઈ ગયો - આઠ શખ્સોએ કાકા ભત્રીજા પર કર્યો હુમલો, ભત્રીજાનીસામે જ કાકાની હત્યા

જામનગર તાલુકાના કોંઝા ગામમાં રહેતા 50 વર્ષીય એક આધેડની હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા નિપજાવાઈ છે, જ્યારે પ્રેમી યુવાન એવા તેના ભત્રીજાને ઇજા થઇ છે. દસ જેટલા શખ્સો દ્વારા છરી- ધોકા- પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે પ્રેમિકાના પિતા અને કાકા એડવોકેટ સહિત દસ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
જામનગરથી 14 કિમી દૂર આવેલા હર્ષદપુર ગામમાં ગઇકાલે મોડી સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જામનગર તાલુકાના કોંઝા ગામના 22 વર્ષીય દશરથસિંહ નવલસિંહ ભટ્ટી સાંજે સાડા છ વાગ્યે હર્ષદપુર ગામના પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક, તેનો મિત્ર, ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી પહોંચ્યા હતા અને દશરથસિંહને આંતરી લઈ માર મારી જતા રહ્યા હતા.
 
દશરથસિંહને બીક લાગતા તેઓએ તેના કાકા શીવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપએ બોલાવી લીધા હતા. આ દરમિયાન થોડીવારમા પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર, વિક્રમસિંહ ભુપતસિંહ કેશર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર, સંજયસિંહ ભુપસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, ધાર્મિકાના દાદી, મમલો ગોંવીદભાઈ કોળી (બધા રહે નાધુના ગામ તા.જિ.જામનગર) તથા રવિ સોલંકી (રહે. ચેલા ગામ તા.જિ.જામનગર) તથા બે અજાણ્યા માણસ સહિતના દશ આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી ધસી આવ્યાં હતા.
 
ત્રણ બાઇક તથા એક સફેદ કલરની અલ્ટો કારમા આવી, દશરથસિંહ પર તમામે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી ધાર્મિક તથા મમલા કોળીએ છરીઓ કાઢી હુમલો કરતા તેઓ બચીને ભાગયા હતા. ત્યારે જ આરોપી રવી સોંલકીએ લાકડાનો ધોકો હાથ ઉપર મારી ઈજાઓ પહોંચાડી હતી. તે દરમિયાન દશરથસિંહ ખેતરમાથી હર્ષદપુર ગામ તરફ જતા રોડ તરફ ભાગ્યા હતા. જ્યાં તેઓના કાકા શીવુભા આવતા તેઓને તમામ આરોપીઓએ રોડ ઉપર આંતરી લઈ, આરોપી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ પકડી રાખી, આરોપી વિક્રમના તથા ધાર્મિકએ છરી વડે આડેધડ ઘા મારતા શીવુભાનું મોત નિપજ્યું હતું.
 
આ બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફ્તરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકને જામનગર ખસેડી, તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધી સગળ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.