બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 માર્ચ 2022 (12:19 IST)

Beware of Cyber Crime - વધી રહ્યા છે ફ્રોડના કેસ, એક SMS ખાલી કરી શકે છે બેન્ક એકાઉન્ટ

કોરોનાકાળથી દેશમાં બેન્ક ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવુ લાગે છે કે ઘરે બેસીને કેટલાક લોકોએ પોતાનુ મગજ ફ્રોડ કરવા તરફ વધારે સક્રિય કર્યુ છે. દરેક કામ ઈઝી બનાવવાના ચક્કરમાં ઓનલાઈન ટ્રાંજેક્શન ઘણી વખત આપણને અજાણતા કોઈ મોટી મુસીબતમાં પણ નાખી શકે છે. 
 
કેટલાક શાતિર મગજની ટોળકીઓ આવા જ કામ કરે છે. સાઈબર ફ્રોડ લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને બેન્ક એકાઉન્ટને અમુક જ મિનિટોમાં ખાલી કરી દે છે. તેમાં સાઈબર અપરાધી અલગ અલગ પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. તેમાંથી એક રીત છે સ્મિશિંગ. તેમાં ફ્રોડ એક SMS દ્વારા તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવો તેને ડિટેલ્સમાં જાણીએ કે સ્મિશિંગ શું હોય છે અને તમે તેનાથી કઈ રીતે બચી શકો છો. 
 
સ્મિશિંગ શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે SMS અને ફિસિંગનો મેળ હોય છે. ફિશિંગ એટલે કે તમારી જાણકારી ચોરી કરવા માટે ઈમલ કરે છે. દેશભરમાં લોકોને આવા મેસેજ મળે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટ કંઈક ગડબડી છે અને તેને અપડેટ કરવાની જરૂર છે. તેમને કોઈ નવા પ્રોગ્રામ માટે રજીસ્ટર કરવા માટે પણ કહેવામાં આવે છે. મેસેજમાં લિંક અને ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિની સાથે બેન્ક ફ્રોડ કરવામાં આવે છે. 
 
આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
 
- સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે સેલ ફોન્સમાં વાયરલ આવી શકે છે. માટે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મળેલી લિંક પર ક્લિક ન કરો. 
- તે ઉપરાંત ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પોતાની નાણાકીય અથવા ખાનગી જાણકારી શેર ન કરો. 
- આ સાથે જ બેન્કને શંકાસ્પદ ઈમેલ વિશે સુચના આપો. જેમાં તમારૂ નામ અને લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 
આ ઉપરાંત નિયમિત રીતે પોતાના બેન્ક એકાઉન્ટને ચેક કરો. જેથી કોઈ ફ્રોડ અથવા અનઓફિશ્યલ રીતે એકાઉન્ટ સુધી પહોંચવા માટે પકડી શકાય.