ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (16:25 IST)

શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો- લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, લગ્ન નક્કી થતાં બ્લેકમેઇલ કરવા લાગ્યો

અમદાવાદના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જો કે વિદ્યાર્થીનીએ માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
 
મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
 
મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.  આરોપી ઇન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભોળવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા
 
 
પીડિતા લગ્ન ન કરે એ માટે બ્લેકમેઇલ કરતો
થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. 
 
યુવતીના લગ્ન નક્કી થયા બાદ લગ્ન ન કરે એ માટે શિક્ષકે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. એ બાદ પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.