WTC Points table: ઓવલની જીત પછી ટોપ પર પહોચ્યુ ભારત, પાકિસ્તાનને પછાડ્યુ
ભારતીય ટીમે ઝડપી બોલરોએ એકવાર ફરી ચમત્કારિક પ્રદર્શનના દમ પર ઈગ્લેંડના ઓવલ ટેસ્ટમા 157 રનથી બાજી મારી. ભારતીય ટીમે બીજા દાવમાં 466 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ઇંગ્લેન્ડ સામે જીત માટે 368 રન નુ લક્ષ્ય મુક્યુ, પરંતુ જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પાંચમા દિવસે માત્ર 210 રનમાં સમેટાઇ ગઇ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવવામાં લગભગ તમામ બોલરોએ સમાન યોગદાન આપ્યું હતું, પરંતુ આમાં જસપ્રિત બુમરાહનું યોગદાન સૌથી મહત્વનું હતું. અજો કે તેણે બીજા દાવમાં માત્ર બે વિકેટ લીધી હતી, પરંતુ જે રીતે તેણે ઓલી પોપ અને જોની બેયરસ્ટોને ક્લીન બોલ્ડ કર્યો હતો, તેનાથી ઈંગ્લેન્ડ હિમંત હારી ગયુ. આ મેચ જીત્યા બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે. ભારતે અહીં પાકિસ્તાનને પછાડી દીધું છે જે બીજા નંબરે સરકી ગયું છે.
ટીમ |
PCT |
P |
PO |
W |
L |
D |
NR |
ભારત |
54.17 |
16 |
2 |
2 |
1 |
1 |
0 |
પાકિસ્તાન |
50 |
12 |
0 |
1 |
1 |
0 |
0 |
વેસ્ટઈંડિઝ |
50 |
12 |
0 |
1 |
1 |
0 |
0 |
ઈગ્લેંડ |
29.17 |
14 |
2 |
1 |
2 |
1 |
0 |
ઓસ્ટ્રેલિયા |
- |
- |
- |
- |
- |
- |
- |
ન્યુઝીલેંડ |
- |
- |
- |
- |
- |
- |
- |
દ. આફ્રિકા |
- |
- |
- |
- |
- |
- |
- |
શ્રીલંકા |
- |
- |
- |
- |
- |
- |
- |
બાંગ્લાદેશ |
- |
- |
- |
- |
- |
- |
- |
PCT: પરસેંટેઝ ઓફ ઓઈંટ્સ
PO: પેનલ્ટી ઓવર
W: જીત
L: હાર
D: ડ્રો
NR: નો રિઝલ્ટ ટીમની રેન્કિંગ પરસેંટેઝ ઓફ પોઈંટ્સના પ્રમાણે કરવામાં આવશે. જીત માટે 12 પોઈન્ટ, ટાઈ મેચ માટે છ પોઈન્ટ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ નહીં. જીતવા બદલ 100 પરસેંટેઝ ઓફ પોઈન્ટ, ટાઈ પર 50 પરસેંટેઝ ઓફ પોઈંટ્સ, ડ્રો માટે 33.33 પરસેંટેઝ ઓફ પોઈંટ્સ અને હારવા પર 0 પરસેંટેઝ ઓફ પોઈંટ્સ મળશે.