ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (23:05 IST)

England vs India, 4th Test Day 3: ત્રીજો દિવસ ભારતીય બેટ્સમેનને નામે રહ્યો, બૈકફુટ પર ઈગ્લેંડ

ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ લંડનના ધ ઓવલ મેદાન પર રમાય રહી છે. ટીમ ઈંડિયાએ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા. સ્ટંપના સમયે કપ્તાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જડેજા ક્રીઝ પર હાજર હતા. ભારત પાસે આ સમયે 171 રનની લીડ છે. ભારત તરફથી રોહિત શર્માએ 127 અને ચેતેશ્વર પુજારાએ 61 રન બનાવ્યા. ઈગ્લેંડ તરફથી ઓલી રોબિન્સને બે અને જેમ્સ એંડરસને એક વિકેટ લીધી. 
- ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. સ્ટમ્પના સમયે ભારતે 3 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા. ભારત પાસે હાલમાં 171 રનની લીડ છે.
- 84 ઓવર પછી ભારતના બીજા દાવનો સ્કોર 245/3, વિરાટ કોહલી 4 અને રવિન્દ્ર જડેજા 5 રન બનાવીને રમી રહ્યા છે. 
- 80.6 ઓવરમાં ઓલી રોબિન્સનની બોલ પર પુજારાએ મોઈન અલીને કેચ પકડાવ્યો.  પુજારા 61 રન બનાવીને આઉટ થયા. ઈગ્લેંડે બંને સેટ બેટ્સમેનોને પેવેલિયન મોકલીને મેચમાં કમબેક કરી લીધુ છે. 
- 80.1 ઓવરમાં ઓલી રોબિન્સનની બોલ પર રોહિત શર્માએ ક્રિસ બોક્સને કેચ પકડાવ્યો. રોહિત 127 રનની શાનદાર સદી રમીને પેવેલિયન પરત ફર્યા. નવા બેટ્સમેન કપ્તાન વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યા છે.