રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (15:11 IST)

IND vs ENG: લાર્ડસના મેદાન પર ટેસ્ટ જીતવાની સાથે કોહલીના નામે થયા વિરાટ રેકાર્ડ

ભારતએ બીજા ટેસ્ટ ક્રિકેટ મેચના પાંચમા દિવસે સોમવારે લાર્ડસ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈગ્લેંડને 151 રનથી હરાવીને પાંચ મેચની સીરીઝમાં 1-0થી જીત મેળવી. ઈંગ્લેંડની સામે જીત માટે 172રનનો લક્ષ્યાંક હતો પણ તેની ટીમ 120 રન પર આઉટ થઈ ગઈ. ભારતની તરફથી મોહમ્મદ સિરાજએ ચાર જસપ્રીત બુમરાહએ ત્રણ ઈશાંત શર્માએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધું. 
 
આ ટેસ્ટ મેચને જીતવાની સાથે જ વિરાટ કોહલીએ એક મોટુ રેકાર્ડ તેમના નામે કરી લીધુ છે. કોહલી ભારતના ત્રીજી કપ્તાન બન્યા છે જેણે લાર્ડસમાં ટેસ્ટ મેચ જીત્યો છે. 
 
વિરાટથી પહેલા આ કારનામો કપિલ દેવ અને એમએસ ધોનીએ કર્યા છે. કપિલ દેવની કપ્તાનીમાં ભારતે વર્ષ 1986માંમાં લાર્ડસ ટેસ્ટ જીત્યો હતો. અને એમએસ ધોનીની કપ્તાનીમાં વર્ષ 2014મમાં ભારતે લાર્ડસમાં ટેસ્ટ જીત્યો હતો. 
 
તે સિવાય કોહલી હવે સેના દેશમાં સૌથી વધારે ટેસ્ટ જીતનાર એશિયાઈ કપ્તાન બની ગયા છે. કોહલીએ આ દેશમાં પાંચ વાર જીત મેળવી છે.