બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 જૂન 2023 (12:21 IST)

Odisha Train Accident: વીરેન્દ્ર સહવાગ કરશે મોટી મદદ, મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપવાની કરી વાત

sehvag
Virender Sehwag:  ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ભારતીય રેલના ઈતિહાસમાં સૌથી મોટી દુર્ઘટનામાંથી એક હતી. વર્તમાન આંકડાના હિસાબથી આ દુર્ઘટનામાં 275થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ઘાયલોની સંખ્યા 1100ના પાર પહોચી ગઈ છે. દુર્ઘટના બાદ લોકો પોત પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સહેવાગે મદદ માટે પોતાના હાથ આગળ કર્યા છે. 

વીરેન્દ્ર સહવાગે એક ટવીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા આ વાતની માહિતી આપી કે આ દુખની ઘડીમાં રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવઅનરા મૃતકોના બાળકોને મફત અભ્યાસ પ્રદાન કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, "આ તસ્વીર આપણને લાંબા સમય સુધી પરેશાન કરશે. દુખની આ ક્ષણમાં ઓછામાં ઓછુ આટલુ તો કરી શકુ છુ કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના અભ્યાસનુ ધ્યાન રાખુ. હુ આવા બાળકોને સહવાગ ઈંટરનેશનલ સ્કુલની બોર્ડિગ સુવિદ્યામાં મફત અભ્યાસ આપવાની રજુઆત કરુ છુ. 
 
આ ઉપરાંત સહવાગે દુર્ઘટનાં રેસ્ક્યુ કરનારા લોકોને લઈને મેડિકલ સુધી બધાને આ કામ માટે સલામ કર્યુ. આ દુર્ઘટનાએ બધાને ઝકઝોરી નાખ્યા છે. દુર્ઘટનાથી આખા દેશમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન પરસ્પર અથડાવાથી થઈ છે. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બાહાનગા બજાર સ્ટેશન પાસે ઉભેલી એક માલગાડી સાથે અથડાઈ. જેને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
 
આ દરમિયાન ત્યાથી પસાર થનારી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ત્યા પહેલાથી પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ડબ્બા સાથે ટકરાઈ. આ રીતે આ દર્દનાક દુર્ઘટના બની.  આ રીતે ત્રણ ટ્રેન પરસ્પર ટકરાતા દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કે ઘાયલ થનારા લોકોને સંખ્યા 1100ને પાર પહોચી ગઈ.  આ ભારતમાં થયેલ મોટા રેલ અકસ્માતોમાંથી એક હતી.