રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :બાલાસોરઃ , શનિવાર, 3 જૂન 2023 (18:06 IST)

ઓડિશા ટ્રેન અકસ્માતઃ બાલાસોરમાં ઘટના સ્થળની પીએમ મોદીએ લીધી મુલાકાત, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા

ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા  અને બાલાસોરમાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. 

 
જે સમયે PMએ જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી તે સમયે તેમની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. આ દરમિયાન પીએમ મોદીએ સ્વાસ્થ્ય મંત્રી અને કેબિનેટ સેક્રેટરી સાથે ફોન પર વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી. પીએમએ ઘાયલોને તમામ શક્ય મદદ આપવા પણ કહ્યું છે. ત્યારબાદ પીએમ મોદી બાલાસોરમાં હોસ્પિટલમાં જઈને ઘાયલોને પણ મળ્યા.
 
પીએમ મોદીએ અધિકારીઓને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે  અને જરૂરી સુવિદ્યાઓ મળતી રહે. 

 
શું છે પૂરો મામલો 
 
બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેનના અકસ્માતને કારણે આ ભયાનક ટ્રેન દુર્ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકની લહેર છે. મૃત્યુઆંક વધી શકે છે અને હજુ પણ ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે.
 
આ ઘટના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.