સંબંધિત સમાચાર
- વિરાટે અનફોલો કર્યો તો ગાંગુલીએ લીધો બદલો, બંને દિગ્ગજો વચ્ચે શરૂ થયો નવો વિવાદ
- IPL 2023: CSK એ ધમાકાદેર અંદાજમાં RCB કો આપી માત,જાણો છેલ્લી ઓવરનો રોમાંચ
- MI vs KKR, IPL: અર્જુન તેંડુલકરની IPL ડેબ્યૂ, IPLની પ્રથમ મેચ રમશે અર્જુન તેંડુલકર
- Saudi Arabia League વિશ્વની સૌથી મોંઘી ટી20 લીગ વિશે સત્ય શું છે અને શું રોહિત-વિરાટ પણ તેનો ભાગ બનશે?
- IPL 2023: ગુજરાત ટાઈટંસના કેપ્ટન હાર્દિક પંડયા નિરાશ થયા, આ ખરાબ સમાચાર સામે આવ્યા
PBKS vs RCB, IPL 2023: RCBને મળી સિઝનની ત્રીજી જીત, સિરાજની કિલર બોલિંગમાં ફસાયુ પંજાબ
PBKS vs RCB, IPL 2023: IPL 2023 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ હતી. બંને ટીમોની આ છઠ્ઠી મેચ હતી. આ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 24 રને હરાવીને સિઝનની ત્રીજી જીત નોંધાવી હતી. આજની મેચમાં પણ સેમ કરન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, જ્યારે RCBની કમાન આજે વિરાટ કોહલીના હાથમાં હતી. નિયમિત સુકાની ડુ પ્લેસિસ પ્રભાવશાળી ખેલાડી તરીકે આવ્યો અને તેણે 84 રનની ઇનિંગ રમી.
આ મેચમાં ટોસ હાર્યા બાદ આરસીબીની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે ટીમને શાનદાર શરૂઆત અપાવી અને આરસીબી માટે પાંચમી સર્વોચ્ચ ભાગીદારી પૂરી કરી. બંનેએ 97 બોલમાં એટલે કે 16.1 ઓવરમાં 137 રન ઉમેર્યા. જો કે આ પછી પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. જે બાદ આરસીબીની ટીમ છેલ્લા 23 બોલમાં માત્ર 37 રન જ બનાવી શકી હતી. અંતે ટીમનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 174 રન હતો. ડુ પ્લેસિસે 84 અને વિરાટે 59 રન બનાવ્યા હતા.

