બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (07:39 IST)

IND vs AUS - ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, ભારત ODI રેન્કિંગમાં નંબર-1

ઈન્દોરમાં રમાયેલી સીરિઝની ત્રીજી વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના 294 રનના લક્ષ્યાંકને ભારતે 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંકને પાર કરી લીધો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન 78, જ્યારે રોહિત શર્માએ 71 અને અજિંક્ય રહાણેએ 70 રન બનાવ્યા હતા.  આ સાથે જ ભારતે 5 મેચની સિરીઝમાં 3-0ની શ્રેણી પર કબ્જો જમાવી લીધો છે. ત્રીજી મેચમાં જીત મેળવ્યાની સાથે જ ભારત ODI રેન્કિંગમાં નંબર-1 બની ગયુ છે. હવે ચોથી વન ડે મેચ 28 સપ્ટેમ્બરે બેંગલુરૂમાં રમાશે.
 
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડે મેચમાં પહેલા બેટિંગ કરીને ભારતને જીતવા માટે 294 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે શાનદાર કમબેક કરતા 124 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથે 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 42 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ટ્રેવિસ હેડ 4 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. મેક્સવેલ 5 અને હેન્ડ્સકોમ્બે 3 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોઇનિસ 27* અને એસ્ટન અગર 9 રને અણનમ રહ્યાં હતા.
ભારતની શાનદાર બેટિંગ માં રોહિત શર્મા અને આંજિક્ય રહાણે
રોહિત શર્મા અને આંજિક્ય રહાણે થી શરૂઆત થઈ 
ભારત  2 ઓવરમાં 7 રન 
AUS 197/1 (34.0 Ovs)
Live- IndvsAus ઇન્દોરમાં ત્રીજી વનડે- ઑસ્ટ્રેલિયા બેંટીંગની પસંદગી કરી 
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 246-4 
ચોથો વિકેટ ગ્લેન મેક્સવેલ 42. 1 
ત્રીજો વિકેટ સ્ટીવન સ્મિથ 41. 1 
ઑસ્ટ્રેલિયા નો સ્કોર 33.3 ઓવરમાં 204 રન 
ફિંચનો ભારત સામે બીજો શતક 
ઓસ્ટ્રેલિયા 197/1 34 ઓવર પછી 
ફિંચ અને સ્મિથમાં અર્ધશતકીય ભાગીદારી 26 ઓવરમાં 137/ 1 
એરોન ફિંચનો અર્ધશતક ઓસ્ટ્રેલિય આનો સ્કોર 21 ઓવરમાં એક વિકેટ પર 110 રન 
ફિંચ અને સ્મિથની સાથે મળીને ઑસ્ટ્રેલિયાને 100 પાર પહોંચાડ્યું. 
 
ઑસ્ટ્રેલિઆએ 19.5 ઓવરમાં 100રન પૂરા કીધા 
હાર્દિક પંડ્યાએ ભારતને પહેલી સફળતા 
ફિંચ અને વાર્નરમાં અર્ધશતકીય ભાગીદારી 
ઑસ્ટ્રેલિયાનો સ્કોર 10.2 ઓવરમાં 50 રન 
ઑસ્ટ્રેલિયાના સ્કોર 4 ઓવરમાં 19 રન 
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગની પસંદગી કરી 
 
હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ આજે ઐતિહાસિક ઇન્દોરના મેદાન ખાતે રમાનાર છે. શરૂઆતની બન્ને વન ડે મેચ જીતી લીધા બાદ ભારત શ્રેણી જીતવાના ઇરાદા સાથે આવતીકાલે મેદાનમાં રમાશે. ભારત હાલમાં ૨-૦ની લીડ ધરાવે છે. ઇન્દોર ખાતેની મેચમાં ભારતે જોરદાર દેખાવ કર્યો ન હતો. છતાં ઓસ્ટ્રેલિયા ફ્લોપ રહેતા ભારતે જીત મેળવી હતી. ઇડન ગાર્ડન ખાતેની બીજી વનડે મેચ ભારતે ૫૦ રને જીતી લીધી હતી.