IPL FINALમાં ચોથી વાર મુંબઈ અને ચેન્નઈની થશે ટક્કર - જાણો કોણું પલડુ છે ભારે
આઈપીએલ 12નો મુકાબલો રવિવારે 12 મે ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશંલ સ્ટેડિયમમાં રમાશે.
ચેન્નઈ સુપર કિંગ્સએ આઈપીએલના દસ ટુર્નામેંટમા ભાગ લીધો છે અને આ રેકોર્ડ આઠવાર ફાઈનલમાં પહોંચવામાં સપહ્ળ રહી. તેમાથી ત્રણવાર તે ચેમ્પિયન બની છે. મુંબઈ ઈંડિયંસ પાંચમી વાર ફાઈનલમાં પહોંચી છે. ત્રણ વાર તેને ખિતાબી જીત મેળવે છે.
આઈપીએલમાં આ ચોથી વાર હશે જ્યારે મુંબઈ અને ચેન્નઈ ફાઈનલમાં સામ સામે ટકારાશે. આઈપીએલ ફાઈનલની વાત કરીએ તો મુંબઈનો પલડો ચેન્નઈ પર ભારે રહ્યો છે.
ફાઈનલમાં અત્યાર સુધી મુંબઈ બે અને ચેન્નઈ એક વાર જીત નોંધાવવામાં સફળ રહ્યુ છે. મુંબઈએ પહેલા ક્વાલિફાયરમાં ચેન્નઈને જ હરાવ્યુ હતુ. મહેન્દ્ર સિંહ ધોની નવમી વાર આઈપીએલ ફાઈનલ રમશે. આ સીઝનમાં મુંબઈએ 3 વાર ચેન્નઈને હરાવ્યુ છે. જેમા બે લીગ મેચ અને એક ક્વાલિફાયર મુકાબલો સામેલ છે.
મુંબઈ ચેન્નઈ વિરુદ્ધ 2010 આઈપીએલ ફાઈનલ ગુમાવી હતી. એ સમયે ટીમના કપ્તાન સચિન તેંદુલકર હતા. જ્યારબાદ મુંબઈ ઈંડિયંસે 2013 અને 2015ના આઈપીએલ ફાઈનલમાં ચેન્નએને હરાવ્યુ છે. આ દરમિયાન રોહિત શર્મા મુંબઈના કપ્તાન હતા.
મુંબઈ ઈંડિયંસના કપ્તાન રોહિત શર્મા અને ક્વિંટન ડી કૉક આ સીઝનની શ્રેષ્ઠ સલામી જોડીયોમાંથી કે સાબિત થયા છે. તો મધ્યમક્રમમાં સૂર્યકુમાર યાદવે ટીમને અનેક તક પર સાચવી છે. આ સીઝન ટીમની એક અલગ તાકત અંતિમ ઓવરમા ખૂબ ઝડપથી રન એકત્ર કરવાની રહી છે અને તેમા હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી છે. હાર્દિકને કીરોન પોલાર્ડનો પણ સારો સાથ મળ્યો છે. બોલિંગમાં તેની પાસે બે એવા બોલર છે જે ડેથ ઓવરમાં રન બનાવવા મુશ્કેલ કરી દે છે. જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાની જોડી ચેન્નઈ કે કે માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ચેન્નઈની પાસે બેટિગમાં સારા અને મોટા નામ છે. શેન વોટ્સન, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, અંબતિ રાયડૂ અને ખુદ કપ્તાન ધોનીનો જલવો આખી દુનિયાએ જોઈ રાખ્યો છે. બોલિંગની જવાબદારી અનુભવી હરભજન સિંહ અને ઈમરાન તાહિર પર થશે. બ્રાવો ટીમ માટે અનેક અવસર પર તુરૂપનો એક્કો સાબિત થયા છે.