બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (10:30 IST)

ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું ઓપરેશન, પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું જપ્ત ડ્રગ્સ કર્યું

coast guard
ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્ડિયન  કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરી અરબ સમુદ્રમાં પાકિસ્તાનથી આવતા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે.  09 ક્રૂ મેમ્બરો સાથે પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની બોટને વધુ તપાસ માટે જખૌ બંદર લાવવામા આવી રહી છે.

ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.