રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (00:11 IST)

IND vs NEP: ભારતે નેપાળને હરાવ્યું, સુપર 4માં મેળવ્યું સ્થાન

IND vs NEP
IND vs NEP
IND vs NEP: ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. વરસાદના કારણે અટકી પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી. પરંતુ વરસાદના કારણે ભારતને DLS નિયમો અનુસાર 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે તેણે 20.1માં જ ચેઝ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે હવે સુપર 4માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

 
- ટીમ ઈન્ડિયાએ જીતી લીધી  મેચ 
એશિયા કપમાં ભારતે નેપાળને 10 વિકેટના મોટા અંતરથી હરાવ્યું. આ મેચમાં રોહિત શર્માએ 74 અને શુભમન ગિલે 67 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમ સુપર 4 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
 
- રોહિત અને ગિલ વચ્ચે 100ની ભાગીદારી
રોહિત શર્મા અને શુભમન ગીલે 70 બોલમાં સદીની ભાગીદારી નોંધાવી છે. ટીમ ઈન્ડિયા પોતાના ઓપનરોના કારણે આ મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. 14 ઓવર પછી ભારતનો સ્કોર 101/0
 
- રોહિતના ફિફ્ટી
રોહિત શર્માએ નેપાળ સામે 39 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી છે. તેણે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી છે. જ્યારે ગિલ તેને એક છેડેથી સપોર્ટ કરી રહ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 23 ઓવરમાં 145 (DLS) રનની જરૂર છે.
 
- 23 ઓવરની મેચ
વરસાદને કારણે મેચની બીજી ઇનિંગ 23 ઓવરની કરવામાં આવી છે. જ્યાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. વરસાદ પહેલા ભારતે 2.1 ઓવર રમી હતી. આ દરમિયાન રોહિત અને ગિલે મળીને 17 રન જોડ્યા હતા. ભારતને હવે 20.5 ઓવરમાં 128 રનની જરૂર છે.