WTC Final 2023: 'અશ્વિનને બહાર કરવો... ', સામે આવ્યુ કપ્તાન રોહિત શર્માનુ મોટુ નિવેદન
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઇનલ) ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ઓવલ ખાતે શરૂ થઈ છે. મેચની શરૂઆત ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસના સમયે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તે પ્લેઇંગ-11માં રવિચંદ્રન અશ્વિન વિના મેદાનમાં ઉતર્યા છે.
રોહિતના નિર્ણયની આકરી ટીકા થઈ હતી. ચાહકોની સાથે સાથે ક્રિકેટ એક્સપર્ટે પણ તેને સમર્થન આપ્યું ન હતું. બધાનું માનવું હતું કે અશ્વિને આ મેચ રમવી જોઈતી હતી.
રોહિતે શું કહ્યું?
જો કે, ટોસ સમયે, રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનો નિર્ણય મુશ્કેલ હતો, કારણ કે તે ઘણી વાર ભારતીય ટીમ માટે એક મોટો મેચ વિનર રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ રવિ અશ્વિન વિશ્વનો નંબર-1 બોલર છે, તેમ છતા પણ તેને પ્લેઈંગ-11ની ટિકિટ મળી નથી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં છાંટા પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે IPL 2023 પહેલા રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝ 2023માં અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. અનુભવી ઓફ-સ્પિનરે ચાર મેચમાં 25 વિકેટ લીધી અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો.
2021માં, ભારતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી, તે સમયે અશ્વિન પ્લેઈંગ-11નો ભાગ હતો.
કેપ્ટનનું નિવેદન સામે આવ્યું છે
ઓસ્ટ્રેલિયા સામે, રોહિતે અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજાને પસંદ કર્યો અને ઝડપી બોલરોમાં મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ સાથે ગયા. રોહિતે ટોસ સમયે કહ્યું,
તેમણે વધુમાં ઉમેર્યું, "આ હંમેશા મુશ્કેલ હોય છે (અશ્વિનને પડતો મૂકવો), તે વર્ષોથી અમારા માટે મેચ-વિનર રહ્યો છે. પરંતુ તમારે ટીમ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે અને આખરે અમે તે નિર્ણય લીધો."