બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 4 મે 2021 (19:13 IST)

T20 World Cup : આઈપીએલ સસ્પેંડ થયા પછી બોર્ડ સતર્ક, ટી20 વર્લ્ડ કપ યુએઈમાં થઈ શકે છે.

કોરોના  (Covid-19)ના વધતા કેસ વચ્ચે આઈપીએલ 2021 (IPL 2021)ને સસ્પેંડ ( IPL 2021 Suspneded) કરી દેવામાં આવ્યો છે હવે બીસીસીઆઈ (BCCI) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં થનારા ટી20 વર્લ્ડકપને યુએઈમાં શિફ્ટ કરી શકે છે. સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં 16 ટીમોના ખેલાડીઓને સાચવવા ખૂબ મુશ્કેલ લાગી રહ્યુ છે. જો કે ટૂર્નામેંટનુ આયોજન બીસીસીઆઈ જ કરશે. આઈસીસી (ICC) પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચુક્યુ છે. 
 
બીસીસીઆઈના અધિકારીઓની તાજેતરમાં કેંદ્ર સરકારના કેટલાક ટોચના અધિકારીઓ સાથે ચર્ચા થઈ અને ટૂર્નામેંટને યુએઈમાં આયોજીત કરવા પર ઘણી હદ સુધી સહમતિ બની ગઈ છે. આ ટૂર્નામેંટ નવ સ્થાન પર રમાવવાની છે, જેની જાહેરાત હાલ કરવામાં આવી નથી. બીસીસીઆઈના સૂત્રોએ કહ્યુ, 'આઈપીએલને ચાર અઠવાડિયાની અંદર રદ્દ કરવી એ વાતનો સંકેત છે કે દેશ છેલ્લા 70 વર્ષમાં પોતાના સૌથી ખરાબ સ્વાસ્થ્ય સંકટ સામે લડી રહ્યુ છે, ત્યારે આ પ્રકારની વૈશ્વિક હરીફાઈની મેજબાની કરવી હકીકતમાં સુરક્ષિત નહી રહે. 
 
સપ્ટેમરમાં ત્રીજી લહેરની ચેતાવણી 
 
તેમણે કહ્યુ, ભારતમાં નવેમ્બરમાં (કોવિડ-19ની) ત્રીજી લહેર આવવાની શક્યતા છે. તેથી બીસીસીઆઈ મેજબાન રહેશે, પણ ટુર્નામેંટ શક્યત: યુએઈમાં આયોજીત કરવામાં આવશે.  સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સપ્ટેમ્બરમાં ભારતમાં ત્રીજી લહેરની ચેતાવણી આપી છે. ભારતમાં હાલ સ્થિતિ વિકટ બનેલી છે અને છેલ્લા કેટલાક સમયથી દરરોજ ત્રણ લાખથી વધુ મામલા સામે આવી રહ્યા છે. જેનાથી મોટાભાગના ક્રિકેટ બોર્ડ ચિંતિત છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની સુરક્ષાને લઈને જોખમ નહી ઉઠાવે. 
 
જૂન માસમાં યોજાનારી આઈસીસીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે
 
અન્ય એક સૂત્રએ કહ્યું, 'તમે આ નક્કી માની લો કે જો પરિસ્થિતિ સામાન્ય નથી થતી તો આગામી છ મહિના સુધી કોઈપણ દેશ ભારતના પ્રવાસ પર આવવા  માંગશે નહીં. જો બીજી લહેર આવશે તો ખેલાડીઓ અને તેમના પરિવારોએ ખૂબ સાવચેત રહેશે. તેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે બીસીસીઆઈ યુએઈમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમત થશે. તેમણે કહ્યુ કે આઈપીએલના રદ્દ થયા પછી બીસીસીઆઈના અધિકારી કોઈપણ પ્રકારનુ જોખમ ઉઠાવવા માંગતા નથી. જૂનમાં આઈસીસીની બેઠક થવાની છે. જેમા અંતિમ નિર્ણય કરવામાં આવશે. પણ આઈપીએલને સ્થગિત કર્યા પછી ભારતમાં ટૂર્નામેંટના આયોજનની શકયતા ના ને બરાબર છે.