ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (06:20 IST)

કોરોના વાયરસને કારણે આ વર્ષે યોજાનારો ટી-20 વર્લ્ડ કપ થયો રદ્દ

કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા આઈસીસીએ પોતાની ઓનલાઈન બેઠકમાં આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયમાં યોજાનારો ટી 20 વર્લ્ડ કપને આગામી એક વર્ષ સુધી રદ્દ કર્યો છે. અધિકરીઓનુ કહેવુ છે કે હવે
ટૂર્નામેન્ટને ઓક્ટોબર 2021 થી નવેમ્બર 2021 દરમિયાન આયોજન કરવા અગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ટી 20 વર્લ્ડકપ સ્થગિત થઆ જ હવે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલનુ આ વર્ષે આયોજન થવાની શક્યતા વધી ગઈ છે. જેને કોવિડ 19 ને કારણે અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ટી ​​20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન પ્રસ્તાવિત કરવામા આવ્યો હતો પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં જ આઇસીસીને માહિતી આપી હતી કે હાલના સંજોગોમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું લગભગ અશક્ય રહેશે. 16 આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ મુકવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે. આ સાથે 2023 માં ભારતમાં પ્રસ્તાવિત  વનડે વર્લ્ડ કપ માર્ચ-એપ્રિલની જગ્યાએ હવે નવેમ્બરમાં રમાશે જેથી ક્વાલીફાઈંગ પ્રક્રિયા માટે સમય મળી શકે. 
 
BCCI આ કારણે દિવાળી વીકમા IPL નુ આયોજન કરવા નથી માંગતી 
 
 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજની બેઠકમાં આઇસીસી બોર્ડે (આઈસીસીના કમર્શિયલ યુનિટ) કોવિડ -19 થી પ્રભાવિત ક્રિકેટને પૂર્ણ કરવા માટે આગામી ત્રણ વર્ષના કેલેન્ડરમાં વધુ સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કર્યો જેથી સૌથી સારી તક મળી શકે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઇસીસી 2021 માં યોજાનારા મહિલા વર્લ્ડ કપ પહેલા પણ  પરિસ્થિતિની તપાસ કરવામાં આવશે.