રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (16:03 IST)

કેપ્ટન બદલાયો, વિકેટકીપર બદલાયો, એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયામાં 12 ફેરફાર મોટા ફેરફાર

bumrah
ભારતીય ક્રિકેટ ટીમ 18 ઓગસ્ટથી આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20I શ્રેણી રમવા જઈ રહી છે. આ વખતે ટીમ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં આયર્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. ભારતીય ટીમ ગયા વર્ષે પણ આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી, પરંતુ તે સમયે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. ગયા વર્ષે આયર્લેન્ડ ગયેલી ટીમ આ વર્ષથી ઘણી અલગ હતી અને ગયા વર્ષથી ટીમમાં કુલ 12 ફેરફાર કરવામાં આવ્યા છે.

આખી બદલાય ગઈ ટીમ ઈડિયા 
 
ભારતીય ટીમ ગયા વર્ષે 17 ખેલાડીઓ સાથે આયરલેંડ ગઈ હતી અને ટીમના કપ્તાન હાર્દિક પડ્યા હતા અને ભુવનેશ્વર કુમાર ટીમના વાઈસ કેપ્ટન હતા. આ વર્ષે સિલેક્ટર્સે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. આ વર્ષે ટીમમાં ન તો હાર્દિક પડ્યા છે અને ન તો ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર. જ્યારે કે  જસપ્રીત બુમરાહને કપ્તાન બનાવાયા છે. બીજી બાજુ ઋતુરાજ ગાયકવાડ વાઈસ કપ્તાન રહેશે.  
 
એ ટીમમા ફક્ત પાંચ ખેલાડીઓનો સમાવેશ 
આયરલેંડ સીરીઝના ફક્ત પાંચ ખેલાડી એવા છે જે આગામી સીરિઝમાં સામેલ થશે. ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને અવેશ ખાન પણ તે શ્રેણીમાં રમવાના છે. આનો અર્થ એ થયો કે ભારતે આ શ્રેણી માટે ટીમમાં વધુ 10 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.
 
ટીમમાં અનેક મોટા ફેરફાર 
2022માં આયરલેંડ વિરુદ્ધ બીજી ટી20માં સદી બનાવનારા દીપક હુડ્ડા હવે ભારતીય ટીમનો ભાગ નહી રહે. તેઓ સુધી નાના ફોર્મેટમાં સદી લગાવનારા ચોથા ભારતીય બેટ્સમેન બન્યા પણ ત્યારબાદથી તે ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને બેટિંગ અને બોલિંગ વિભાગમાં કેટલાક અન્ય મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.  
ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક અને અક્ષર પટેલ (ઓલરાઉન્ડર) જેવા બેટ્સમેન પણ આ શ્રેણીમાં નહીં હોય. દરમિયાન, એવા કેટલાક બોલરો છે જેઓ આયર્લેન્ડ જઈ રહ્યા નથી જેમાં હર્ષલ પટેલ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે.

આયર્લેન્ડ સામેની T20I શ્રેણી માટે ભારતની ટીમ:
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ક્રિષ્ના, વિખ્યાત અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.