ભારતે તોડ્યો ઈંગ્લેન્ડનો 6 વર્ષ જૂનો રેકોર્ડ, 200 રનથી જીત મેળવી કરી આ કમાલ
ભારતીય ટીમે ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ તરફથી બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી હતી. ત્રીજી વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે.
ટીમ ઈન્ડિયાએ કરી આ કમાલ
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 200 રનથી જીત મેળવી છે, જે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ભારતે ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે 186 રનથી જીત મેળવી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2008માં વેસ્ટ ઈન્ડિઝ સામે 169 રનથી જીત મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે વેસ્ટ ઈન્ડિઝમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી મોટી વનડે જીત:
200 રન - ભારત, વર્ષ 2023
186 રન - ઈંગ્લેન્ડ, વર્ષ 2017
169 રન - ઓસ્ટ્રેલિયા, વર્ષ 2008
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની સૌથી મોટી ODI જીત:
224 રન, ગ્રાઉન્ડ-મુંબઈ; 2018
200 રન, ગ્રાઉન્ડ-તરૌબા; 2023
160 રન, ગ્રાઉન્ડ-વડોદરા; 2007
153 રન, ગ્રાઉન્ડ-ઈન્દોર; 2011
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સતત વનડે શ્રેણી જીતનારી ટીમ છે. ભારતે 2007 થી 2023 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 13 વનડે શ્રેણી જીતી છે. પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. પાકિસ્તાને 1999 થી 2022 સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 10 વનડે શ્રેણી જીતી છે.
કોઈ ટીમ સામે સતત સૌથી વધુ સળંગ બાઈલેટરલ ODI શ્રેણી જીતી:
ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ - 13 શ્રેણી (2007–23)
પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે - 11 શ્રેણી (1996–21)
પાકિસ્તાન વિ વેસ્ટ ઈન્ડિઝ - 10 શ્રેણી (1999–22)
ભારત વિ શ્રીલંકા - 10 શ્રેણી (2007–23)