બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 23 એપ્રિલ 2022 (10:01 IST)

Covid-19: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2527 નવા કેસ, 33ના મોત; સતત ચોથા દિવસે 2 હજારથી વધુ કેસ

. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2527 નવા કેસ નોંધાયા છે. આના કારણે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,079 થઈ ગઈ છે. આ સતત ચોથો દિવસ છે, જ્યારે કોરોનાના 2 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. હકારાત્મકતા દર 0.56 ટકા યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે.
 
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં 2527 નવા કેસ આવવાની સાથે 1656 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,30,54,952 થઈ ગઈ છે. જેમાંથી 4,25,17,724 લોકો સાજા થયા છે. આ રીતે માત્ર 0.03 ટકા સક્રિય કેસ છે. સારવાર બાદ 98.75 ટકા લોકો સાજા થયા છે.