રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 2 નવેમ્બર 2020 (12:15 IST)

કોરોના વૈક્સીન - ભારતે ખરીદી લીધા છે 60 કરોડ ડોઝ, એક અરબ ટીકા વધુ મેળવવાનો પ્રયત્ન

ભારતે કોરોના વાયરસ વૈક્સીનના 60 કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર આપી રાખ્યો છે. આ ઉપરાંત એક અરબ ડોઝ મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. એડવાન્સ માર્કેટ કમિટમેન્ટના ગ્લોબલ એનાલીસીસમાં આ વાત સામે આવી છે. આ મામલે, ફક્ત અમેરિકા જ તેની આગળ છે જેમણે 81 કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો છે. વધુમાં, તે વધુ 1.6 અબજ ડોઝ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનાલીસીસ મુજબ, ઘણા ઉચ્ચ અને મધ્યમ આવકવાળા દેશોએ 8 ઓક્ટોબર સુધી   લગભગ 3.8 અબજ ડોઝનુ બુકિંગ કરી લીધુ હતુ. આ સિવાય બીજા પાંચ અબજ ડોઝ માટે સોદાબાજી ચાલુ છે. ભારતની પાસે એડવાંટેજ એ પણ  છે કે તે વેક્સીન બનાવવાની બાબતમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને આ ક્ષમતાથી ચોક્કસપણે તેનો ફાયદો થશે.
 
કયા દેશે કેટલા ડોઝનો આપ્યો છે ઓર્ડર ?
 
 અમેરિકાના ડ્યુક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના જણાવ્યા મુજબ, 8 ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીનની બુકિંગ સ્ટેટસ નીચે મુજબ છે:
 
- અમેરિકા - 81 કરોડ ડોઝ કન્ફર્મ અને વધુ 1.6 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
- ભારત: 60 કરોડ ડોઝ કન્ફર્મ, અને 1 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
- યુરોપિયન યુનિયન: 40 કરોડ ડોઝ કન્ફર્મ, અને 1.565 અબજ ડોઝ માટે વાતચીત ચાલુ.
 
ઓછી વસ્તીવાળા આ દેશોએ બુક કરી લીધો વધુ  ડોઝ 
 
વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો કેનેડાએ તેની વસ્તીની જરૂરિયાત કરતાં 5 ગણા વધુ ડોઝ બુક કર્યાં છે. યુનાઇટેડ કિંગડમ દ્વારા વસ્તીના લગભગ અઢી ગણી વધુ ખરીદી માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. યુ.એસ.એ તેની વસ્તીના 230% કવર કરવા માટે પૂરતા પ્રમાણમાં ડોઝ બુક કર્યાં લીધા છે. 
 
વૈક્સીનના મોટાભાગના સૌદા પુરા થવા મુશ્કેલ 
 
રિસર્ચ સેન્ટરના આસિસ્ટેંટ ડાયરેક્ટર આંદ્રિયા ટેલર મુજબ, એ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આમાંથી થોડીક જ વેક્સીનની ખરીદી હકીકતમાં થઈ શકશે. હજી સુધી, આ બધી વેક્સીન એક્સપરિમેંટલ તબક્કે છે અને કોઈને પણ રેગ્યુલેટરી એપ્રૂવલ મળી નથી. આવી સ્થિતિમાં દેશ જે પણ સોદા કરી રહ્યા છે જેમાંથી ઘણા ક્યારેય પૂરા ન પણ થઈ શકે. ઉદાહરણ તરીકે, યુકેએ પાંચ અલગ અલગ  વેક્સીનના સોદા કર્યા છે.
 
જ્યારે બનાવી રહ્યા છે તો પોતાના જ દેશમાં તો વેક્સીન ખરીદવાની જરૂર કેમ ? 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ એક ખાનગી ચેનલ  સાથેની વાતચીતમાં કહ્યું, "કોવિડ -19થી વિશ્વને બચાવવા માટે ભારત એક રસી બનાવી રહ્યું છે, તો પછી તે પોતાના જ નાગરિકોની સુરક્ષા કેમ સુનિશ્ચિત નહીં કરે ? સરકાર તેના નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને વૈક્સીન ઉપલબ્ધ થાય ત્યારે પૂરતા પ્રમાણમાં ડોઝ મળી રહે તેની ચોખવટ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.