રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (10:56 IST)

છેવટે ક્યારે મળશે ગુડ ન્યુઝ ? Johnson & Johnson એ કોરોના વેક્સીનની ટ્રાયલ રોકી, જાણો કારણ

દુનિયાભરમાં કોવિડ-19 રોગચાળાના કહેર વચ્ચે કોરોના વાયરસની વૈક્સીનની કોશિશ ચાલુ છે. આ વચ્ચે ઝટકો આપનારા સમાચાર છે કે  જૉનસન એંડ જોનસને પોતાની કોરોના વૈક્સીનની ટ્રાયલ પર રોક લગાવી છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલ એક વ્યક્તિને કોઈ બીમારી થઈ ગયા પછી જૉનસન એંડ જોનસને હાલ પોતાની કોરોના વેક્સીન ટ્રાયલ પર રોક લગાવી છે.   આ પહેલાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાએ પણ ગત મહિને આવી જ સ્થિતિમાં ટ્રાયલને રોકી દીધી હતી. જોકે સ્થિતિની સમીક્ષા પછીથી તેણે ફરીથી ટ્રાયલ શરૂ કરી છે.
 
જોનસન એન્ડ જોનસને જણાવ્યું છે કે ટ્રાયલમાં ભાગ લઈ રહેલી એક વ્યક્તિમાં બીમારીનાં કેટલાંક લક્ષણ દેખાયાં છે. કંપનીએ વધુમાં કહ્યું હતું કે હાલ અમે તમામ પ્રકારની ટ્રાયલને રોકી રહ્યા છે. એમાં ફેસ 3 ટ્રાયલ પણ સામેલ છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક ઉમેદવારમાં બીમારીનાં લક્ષણ જોવા મળ્યાં છે. અમે તેની તપાસ કરી રહ્યા છે.
 
કંપનીનું કહેવું છે કે ગંભીર પ્રતિકૂળ ઇવેન્ટ (SAE) થનાર કોઇપણ તેમાં ખાસ કરીને મોટા ક્લિનિકલ અભ્યાસમાં આવું થવાની શકયાત હોય જ છે. તેની ગાઇડલાઇનના લીધે જ ટ્રાયલ રોકી દેવાયું છે. આ રસીના પરીક્ષણો અમેરિકા સિવાય દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા, મેક્સિકો અને પેરુમાં કરવામાં આવી રહ્યા છે.
 
નિષ્ણાતો કહે છે કે કંપનીની રસી ભલે વેકસીનના બીજા કેન્ડિડેટસ કરતાં પાછળ હોય, તેના અન્ય ફાયદા થઈ શકે છે. સૌથી મોટો ફાયદો એ છે કે તેને સબજીરો તાપમાનમાં સંગ્રહિત કરવાની કોઈ જરૂર નથી. તેના બે નહીં માત્ર એક ડોઝ આપવાથી ઇમ્યુનિટી વિકસિત થઇ શકે છે. આ વેકસીન adenovirusમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનનું જીન વ્યક્તિના શરીરમાં પહોંચાડે છે.
 
જૉનસન એંડ જૉનસને જ્યારે આ વૈક્સીનના અંતિમ ચરણના પરીક્ષણની શરૂઆત કરી હતી ત્યારે કંપનીએ કહ્યુ હતુ કે તેના હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચિલી, કોલંબિયા, મૈક્સિકો અને પેરુમાં 60 હજાર લોકો પર વૈક્સીનનુ પરીક્ષણ કરવામાં આવશે.  જૉનસન એંડ જૉનસનની વૈક્સીનના ટ્રાયલ પર રોક લાગવના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પહેલા જ એસ્ટ્રાજેનેકાની વૈક્સીન પર રોક લગાવી દેવામાં આવી હતી.