સંબંધિત સમાચાર
- ગુજરાતમાં હવે 7.35 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ, અમદાવાદમાં સૌથી વધુ
- અમદાવાદમાં 25 માર્ચથી બંધ મેટ્રો સેવા આજથી શરૂ, આમ કરશો તો જ પ્રવેશ મળશે
- Coronavirus Updates- કોરોનામાં ભારતમાં 90,633 નવા કેસો નોંધાયા, મૃત્યુઆંક 70,000 ને વટાવી ગયો
- ઐસા દેશ હૈ મેરા: હાલ સ્કૂલ છોડી તો નહી મળે ક્યાંય પણ નોકરી - શિક્ષકો માટે મુસીબત
- EngVsAus- આજથી ટી 20 રોમાંચ, કોનો પલડો ચહેરો ભારે, હવામાન અને પીચ કેવું?
દિલ્હી-અમદાવાદ રાજધાનીમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોનાવાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો જોવા મળ્યાં નથી. ટ્રેનમાં સવાર 18 મુસાફરો એસિમ્પટમેટિક હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ 20 મુસાફરોમાંથી, 2 ની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ મુસાફરો એક જ કોચના હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશમાં હાલમાં અનલૉક 4.0 અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સમાચાર મળતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજધાનીના 20માંથી 18 પેસેન્જરો એ સિમ્પ્ટોમેટિક હોવાથી તેમને સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.
