ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (13:29 IST)

હોટલ ફર્ન સામે પેમેન્ટ બેઝ્ડ કોવિડ સેન્ટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવે વિસ્તારમાં સોલા બ્રિજ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટલ ફર્ન ખાતે પેમેન્ટ બેઝ્ડ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જોકે, તેની સામે આજે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેને લઈને સ્થાનિક વિસ્તારોમાં કોરોના ફેલાવવાના ભયથી લોકોએ વિરોધ શરૂ કર્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ કરીને સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ સેન્ટરને રદ્દ કરી દે. હોટલ ફર્ન આસપાસની સિમંદર ફ્લેટ, પ્રાચી એપાર્ટમેન્ટ, કાંલિદી બંગ્લોઝ, રઘુકુળ, નિલંકઠ સહિતની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશોએ હોટલ ફર્ન આગળ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આવેદન આપ્યું હતું અને સવાલ કર્યો હતો કે કોરોના વાઈરસ ફેલાશે તો જવાબદારી કોની રહેશે. સાથે જ સ્થાનિકો દ્વારા કમિશનરને મેઈલ કરીને આવેદન આપવામાં આવ્યું હતું. કોરોનાના વાઈરસના એસિમ્પ્ટોમેટીક દર્દી જેમને લક્ષણો નથી. પરંતુ જેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ સરકારી કોવિડ સેન્ટરમાં રહેવા ઈચ્છતા ન હોય તેવા દર્દીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં જઈ શકશે. આ હોટલમાં રહેવા ઇચ્છતા દર્દીઓએ રહેવા અને જમવાનો ખર્ચો જાતે ભોગવવાનો રહેશે. આ હોટેલના સામાન્ય રૂમના ટેરિફ ખૂબ જ ઊંચા હતા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને હોટલ સાથે એમઓયુ કરી ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ટેરિફ નક્કી કર્યું છે. પેમેન્ટ બેઝડ કોવિડ કેર સેન્ટરમાં મ્યુનિ.ની મેડિકલ ટીમ અને એમ્બુલન્સની વ્યવસ્થા હશે.