શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (15:43 IST)

બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

જ્યુસ પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક જ્યુસ વિશે જેને પીધા પછી તમારા બાળકોનુ મગજ પણ દોડશે. 
 
દાડમનું જ્યુસ - દાડમમાં ભરપૂર માત્રામા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A, C અને E, ફોલિક એસિડ અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે અને શોધ મુજબ આ બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને બાળકોનો માનસિક વિકાસ થાય છે. 
 
એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ બાળકોની મેમોરી તેજ કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન B6  ભરપૂર માત્રામાં હોય છે. આ બાળકોના મગજ માટે બેસ્ટ ટૉનિકનુ કામ કરે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને જામફળ કે લીચીના જ્યુસ સાથે મિક્સ કરીને પણ તમારા બાળકોને આપી શકો છો. 
 
બીટનું જ્યુસ - બીટનુ જ્યુસ મગજ માટે ખૂબ લાભકારી હોય છે. આ જ્યુસ મગજ સુધી જનારા રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. આ મગજને તેજ કરવા ઉપરાંત શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે.