જવાની મે હી જનાજા ઉઠેગા, વાયરલ થઈ રહ્યુ Sidhu Moose Walaનું અંતિમ ગીત
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી સમગ્ર એંટરટેનમેંટ જગતમા શોકની લહેર દોડી ગઈ છે. 29 મે ના રોજ સિદ્ધૂને પંજાબના મનસામાં ગોળી મારવામાં આવી હતી. એવુ કહેવાય રહ્યુ છે કે હુમલાવર બ્લેક ગાડીમાં તેમને મારવા આવ્યા હતા. ગોળી વાગ્યા બાદ સિદ્ધૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો. તાજેતરમાં તેમનુ અંતિમ ગીત લેવલ્સ રિલીજ થયુ હતુ. પણ તેમનુ એક વધુ ગીત હવે વાયરલ થઈ ગયુ છે.
વાયરલ થયુ સિદ્ધુનુ અંતિમ ગીત
સિદ્ધૂ મૂસેવાલાએ બે અઠવાડિયા પહેલા પોતાનુ નવ ગીત ધ લાસ્ટ રાઈડ રિલીજ કર્યુ હતુ. આ ગીત સાંભળીને એવુ લાગે છે કે મૂસેવ્વાલાને પોતાની કિસ્મત વિશે જાણ હતી. આ ગીત તેમણે મ્યુઝિક કંપોજર વજીર પતર સાથે મળીને બનાવ્યુ હતુ. હવે સિંગરનુ અંતિમ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ ગીતના લિરિક્સમા સિદ્ધૂએ પોતાની જવાનીમાં મરવાનો ઉલ્લેખ કર્યો છે.
આ ગીતમાં સિદ્ધૂ મૂસેવ્વાલા ગાય છે - એદા ઉઠૂગા જવ્વાની વિચ જનાજા મિઠિએ... જેનો મતલબ થાય જવાનીમાં જ અર્થી નીકળશે. મૂસેવાલા માત્ર 28 વર્ષના હતા. સોશિયલ મીદિયા પર સિદ્દૂના અંતિમ ગીતનો વીડિયો પણ ચર્ચામાં આવી રહ્યો છે.
કનાડાના ગેગસ્ટરે લીધી જવાબદારી
એવુ કહેવાય રહ્યુ છે કે સિદ્ધૂને ગેંગસ્ટરે જીવથી મારવાની ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યુ કે કનાડા બેસ્ડ ગેગસ્ટર ગોલ્ડી બરાડે સિદ્ધૂ મૂસેવાલાની મોતની જવાબદારી લીધી છે. એવુ કહેવાય છે કે મૂસેવાલા પંજાબના ટોપ મોસ્ટ ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈના ટારગેટ પર હતા. વર્ષ 2019થી સિદ્ધૂ મૂસેવાલા કનાડાના બ્રૈમ્પટનમાં રહી રહ્યા હતા.
ટૂર પર જવાના હતા મૂસેવાલા
છેલ્લા ઘણા દિવસોથી સિદ્ધૂ પોતાના નવા ટૂરના પ્રમોશન કરવામાં લાગ્યા હતા. 4 જૂનથી સિદ્ધૂ મૂસેવાલા મ્યુઝિક ટૂર પર નીકળવાના હતા. આ ટૂરનુ નામ Back to Business World Tour હતુ. તેમણે 4 જૂનના રોજ ગુરૂગ્રામમાં પોતાનુ લાઈવ પરફોર્મેંસ આપવાનુ હતુ. ત્યારબાદ તેઓ જુલાઈ અને ઓગસ્ટમાં વૈકુવર, ટોરંટો, ન્યૂયોર્ક, શિકાગો અને સપ્ટેમ્બરમાં લંડન જવાના હતા.
સેલેબ્સે પ્રગટ કર્યુ દુ:ખ
સિદ્ધૂ મૂસેવાલાના મોત પર ઈડસ્ટ્રીના અનેક સેલેબ્સે દુખ વ્યક્ત કર્યુ છે. બિગ બોસ 13ની કંટેસ્ટેંટ શહનાજ ગિલ, કોમેડિયન કપિલ શર્મા, અભિનેતા જીમ્મી શેરગિલ, વિશાલ ડડલાની સહિત અનેક સેલેબ્સે શોક પ્રગટ કર્યો હતો. કંગના રનૌતે સિદ્ધૂ મૂસેવાલાની સિક્યોરિટી ઘટાડવા અંગે સવાલ કર્યો હતો.