કાંકાણી હરણ શિકાર - 20 વર્ષ પછી થઈ હતી 5 વર્ષની સજા, 2 દિવસમાં જામીન મળી ગઈ !!
જે કાંકાણી હરણ શિકાર મામલે સલમાન ખાનને 20 વર્ષ પછી સજા સંભળાવી હતી. તેમા બે દિવસની અંદર જામીન મળી ગઈ. સેશન જજ(રૂરલ) રવિન્દ્ર કુમાર જોશીએ શનિવારે 3 વાગ્યે 25-25 હજારના જામીનખત પર સલમાનને જામીન આપી દીધી. જોશીનુ શુક્રવારે ટ્રાંસફર કરી દેવામાં આવ્યુ હતુ. પણ રિલીવ થતા પહેલા જ સલમાનને જામીન આપી દીધી. જોશીનુ શુક્રવારે ટ્રાંસફર કરી દેવામાં આવ્યુ હતુ. પણ રિલીવ થતા પહેલા તેમને સલમાનની સજા સસ્પેંડ કરી બેલ આપી દીધી. સમાચાર સાંભળતા જ કોર્ટ બહાર ઉભા રહેલા સલમાનના સમર્થકોએ ખુશી ઉજવવી શરૂ કરી દીધી. આશા છે કે સાંજે 5 વાગ્યા સુધી જામીનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને સલમાનને મુક્ત કરી દેવામાં આવશે.
આગળ શુ થશે ?
-વિશ્નોઈ સમાજના વકીલ મહીપાલ વિશ્નોઈએ જણાવ્યુ સલમાન ખાનને 25-25 હજારના બે જામીનખત ભરવાના ઓર્ડર કોર્ટે આપ્યા છે. તેઓ કોર્ટની મંજુરી વગર દેશ છોડી શકતા નથી. તેમને 7 મે ખુદ કોર્ટની સામે રજુ થવુ પડશે.
કોર્ટ રૂમમાં શુ થયુ ?
- સલમાનના વકીલ મહેશ બોડાએ કહ્યુ કે 20 વર્ષથી ચાલી રહેલ આ કેસમાં સલમાન હંમેશા જામીન પર રહ્યા. તેમણે કોર્ટના આદેશનુ પાલન કર્યુ અને જ્યારે પણ બોલાવ્યા તેઓ હાજર થયા. આવામાં તેમને જામીન આપવામાં આવે.
- બીજી બાજુ વિશ્નોઈ સમાજના વકીલ મહિપાલ વિશ્નોઈએ કહ્યુ કે સલમાન વિરુદ્ધ આરોપ સાબિત થઈ ચુક્યો છે. આવામાં તેમને જામીન આપવાને બદલે જેલમાં રાખવા મામલાની સુનાવણી જલ્દી કરવી જોઈએ. પુરાવાના આધાર પર તેમને આગળ પણ દોષી જ માનવામાં આવશે.
સલમાનના વકીલને અંડરવર્લ્ડની ધમકી
- સલમાનના વકીલ મહેશ બોડાને અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીની ધમકી મળવાનો આરોપ છે. બોડાએ જણાવ્યુ કે ગુરૂવારે સાંજે ઈંટરનેટ કોલિંગ શરૂ થઈ. તેમને કોલ અટેંડ કર્યો નહી તો શુક્રવ્વારે સવારે 8 વાગ્યા સુધી 10 મેસેજ આવી ગયા. રવિ પુજારીના નામથી આવેલ મેસેજમાં લખ્યુ હતુ... સલમાનનો કેસ છોડી દે નહી તો મારી નાખીશુ. તેમણે પોલીસને આની ફરિયાદ કરી છે અને મેસેજની વિગત સોંપી દીધી.