સંબંધિત સમાચાર
- શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો
- Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ
- હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા
- RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ
- Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!
મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય
manoj kumar funeral
હિન્દી સિનેમાના જાણીતા કલાકાર રહી ચુકેલા મનોજ કુમારનુ શુક્રવારે નિધન થઈ ગયુ. દિગ્ગજ અભિનેતા અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. તેમણે શુક્રવારે સવારે સાઢા ત્રણ વાગે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જ્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિગ્ગજ અભિનેતાને પવન હંસ સ્મશાન ઘાટ પર તેમના પુત્ર કુણાલે મુખાગ્નિન આપી. રાષ્ટ્ર ભક્તિથી ભરપૂર ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનુ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
#WATCH | Mumbai, Maharashtra | State honour being accorded to actor Manoj Kumar
— ANI (@ANI) April 5, 2025
Legendary actor and film director Manoj Kumar passed away yesterday. At around 11:30 am today, Manoj Kumar's last rites will be performed at a cremation ground in Juhu. pic.twitter.com/Oxl3NImKsV
ભીની થઈ અમિતાભ બચ્ચની આંખો
Amitabh Bachchan and Abhishek Bachchan at Manoj Kumar's funeral. pic.twitter.com/rLu1Rq0wmB
— HT Entertainment (@htshowbiz) April 5, 2025
મનોજ કુમારને અંતિમ વિદાય
મનોજ કુમારના મૃતદેહને અંતિમ સંસ્કાર પહેલા ઘરે લાવવામાં આવ્યો. જ્યાં ઘણા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. બધાએ ફૂલો અર્પણ કર્યા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. પરંતુ તેમની પત્ની શશી ગોસ્વામીની હાલત જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ. મનોજ કુમારના પત્ની શશીએ તેમને આંસુભરી વિદાય આપી. તેમણે પહેલા મનોજ કુમારને માળા પહેરાવી અને પછી છેલ્લી વાર ચુંબન કરીને તેમને વિદાય આપી.
VIDEO | Maharashtra: Mortal remains of veteran actor Manoj Kumar, who passed away at the age of 87, are being taken for last rites from his residence in Mumbai.
— Press Trust of India (@PTI_News) April 5, 2025
His last rites will be performed later today at the Pawan Hans crematorium.
(Full video available on PTI Videos -… pic.twitter.com/TxwkYri8gF
મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા
મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. આ પીઢ અભિનેતા ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાતા હતા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર 'ઉપકાર', 'પૂર્વ-પશ્ચિમ', 'રોટી-કપડા' અને 'ક્રાંતિ' જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભરત કુમાર તરીકે જાણીતા પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મનોજ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં 7 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને 1992માં તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. 2016માં મનોજ કુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
