મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનારી શ્રીદેવી બની પ્રથમ અભિનેત્રી
65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનુ એલાન થઈ ચુક્યુ છે. રાજકુમાર રાવની ન્યૂટન દ્વારા શ્રીદેવીની મૉમ ફિલ્મનુ નામ આ લિસ્ટમાં સામેલ છે. જ્યા એક બાજુ બાહુબલીના ખાતામાં 3 એવોર્ડ આવ્યા તો બીજી બાજુ ન્યૂટનને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી. આ દરમિયાન એક રસપ્રદ વાત સામે આવી છે. આ એવોર્ડ સાથે જ શ્રીદેવીના નામે કે નહી પણ બે બે ઉપલબ્ધિયો નોંધાઈ છે.
શ્રીદેવીને મૉમ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીના ખિતાબ માટે પસંદ કરવામાં આવી. શ્રીદેવીનો આ પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર હોવા ઉપરાંત તે પોતાના નિધન પછી આ એવોર્ડ મેળવનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. આવુ પહેલીવાર થયુ છે જ્યારે બેસ્ટ એક્ટ્રેસ કેટેગરી માટે મરણોપરાંત કોઈ અભિનેત્રીને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હોય. મૉમ ફિલ્મ 7 જુલાઈ 2017ના રોજ રજુ થઈ હતી. સાથે જ આ શ્રીદેવીના ફિલ્મી કેરિયરની 300મી ફિલ્મ હતી.
શ્રીદેવીનુ નિધન દુબઈમાં 24 ફેબ્રુઆરી 2018માં બાથટબમાં ડૂબવાને કારણે થયુ હતુ. શ્રીદેવી મોહિત મારવાહના લગ્ન સમારંભમાં ભાગ લેવા ગઈ હતી અને થોડા દિવસ સુધી રોકાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારબાદ તેના મોતના સમાચાર આવ્યા હતા. મૉમ ફિલ્મમાં શ્રીદેવીએ દેવકી નામનું પાત્ર ભજવ્યુ હતુ ને પોતાની રેપ પીડિત પુત્રીના ગુનેગારોને પોતે જ સજા આપે છે.
શ્રીદેવી ઉપરાંત ફેમસ એક્ટર વિનોદ ખન્નાને પણ મરણોપરાંત દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત બાહુબલી-2 (તેલુગૂ)ને બેસ્ટ પોપુલર ફિલ્મ, બેસ્ટ એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશ્યલ ઈફેક્ટ્સ મૂવીનો ખિતા મળ્યો છે. જ્યારે કે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ટૉયલેટ એક પ્રેમ કથાને આપવામાં આવ્યો છે.