રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ, , સોમવાર, 26 ઑગસ્ટ 2019 (11:33 IST)

ઇન્ડો-ઇઝરાયલ કલ્ચરલ ફેસ્ટિવલ-2019'નું પોસ્ટર મુંબઈમાં લૉન્ચ થયું

ભારતના મશહૂર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર યુનિવર્સલ ઇવેન્ટ્સ, રિસર્ચ મીડિયા ગ્રુપના સહયોગમાં ઇઝરાયલમાં ઇન્ડો ઇઝરાયલ ફેસ્ટિવલ-2019નું આયોજન 15 થી 17 ઓક્ટોબર 2019ના આયોજિત કરી રહ્યા છે. એ અંગે મુંબઈ અંધેરી (વેસ્ટ)સ્થિત કન્ટ્રી ક્લબમાં 24 ઓગસ્ટ 2019ના દિવસે ફેસ્ટિવલના પોસ્ટર લૉન્ચ માટે એક ભવ્ય પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલિવુડ અને ટેલિવુડની અભિનેત્રી પાયલ ઘોષના હસ્તે પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અભિનેત્રીએ જણાવ્યું કે, ફેસ્ટિવલને કારણે દેશની સંસ્કૃતિ, કલા અને પર્યટનને પ્રોત્સાહન મળશે. આ અવસરે પત્રકારોને જણાવવામાં આવ્યું કે અનિલ કપૂર, રવિના ટંડન અને અમીષા પટેલ ઇન્ડો ઇઝરાયેલ કલ્ચરલ ફેસ્ટિવલ-2019માં ભાગ લઈ રહ્યા છે. આ સિવાય પણ અન્ય બૉલિવુડ ઉપરાંત સાઉથના મોટા સ્ટાર આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. પત્રકાર પરિષદમાં યુનિવર્સલ ઇવેન્ટ્સના ડાયરેક્ટર મિસ્ટર મોસેઝ કૂર્મા, રિસર્ચ મીડિયા ગ્રુપના ચેરમેન ચૈતન્ય જંગા, આરએમજીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પીવીએસ વર્મા, આરએમજીના સીઇઓ હરિ લીલા પ્રસાદ, અભિનેત્રી પાયલ ઘોષ, પ્રિયંકા રેવડી, સમાયરા ખાન સહિત અન્યોએ કાર્યક્રમની શોભા વધારી હતી.
 યુનિવર્સલ ઇવેન્ટ્સના ડાયરેક્ટર મોસેઝ કૂર્માએ કહ્યું કે, અનિલ કપૂરે ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી હોવાથી અમને ઘણો આનંદ થયો. અનિલ કપૂરજાની ઉપસ્થિતિ કલા અને સંસ્કૃતિને પ્રાત્સાહન કરવામાં સહાયરૂપ બનશે, એ સાથે ઇઝરાયલમાં રહેતા ભારતીય સમુદાય મટે ઉત્સાહ ભરવાનું કામ કરશે. ફેસ્ટિવલનું આયોજન અમે મોટા પાયે કરી રહ્યા છીએ. આને કારણે બંને દેશો વચ્ચા ભાઈચારો વધવાની સાથે પર્યટન ઉદ્યોગને પણ વેગ મળશે.
 રિસર્ચ મીડિયા ગ્રુપના ચેરમેન ચૈતન્ય જંગાએ આ અવસરે જણાવ્યું કે,  ઇન્ડો ઇઝરાયલ સાંસ્કૃતિક સંબંધોની ઇતિહાસમાં આ પહેલો અને સૌથી મોટું આયોજન થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલ થકી ભારતની કલા, સંસ્કૃતિ અને પર્યટનને એક નવી ઉંચાઇ મળી શકે છે.