સંબંધિત સમાચાર
- મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર જિલ્લામાં પંચ કલ્યાણ વિકાસ અવસર અંતર્ગત વિવિધ જનેસવાલક્ષી
- ટ્રાફિક નિયમો મદ્દે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી વિપક્ષ કંઈ નહીં કરી શકેઃ હાર્દિક પટેલ
- સુરત માર્કેટમાં કિન્નરોની એન્ટ્રી પર લાગવામાં આવ્યો પ્રતિબંધ
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, નવરાત્રી બગડવાની શક્યતાઓ
- ગુજરાતમાં ધમાકેદાર વરસાદ, પ્રાંચલીમાં 3 કલાકમાં 9 ઇંચ વરસાદ, અમદાવાદ જળબંબાકાર
ગુજરાતમાં પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ભાજપે રાધનપુરથી ટિકિટ આપી
ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી છે પરંતુ તેમની સામે કોણ હશે તેની જાહેરાત કૉંગ્રેસે નથી કરી.
આ ઉપરાંત ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જિજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે.
આ પહેલાં ભાજપે 17 રાજ્યોની 64 વિધાનસભાની બેઠકો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
રવિવારે કૉંગ્રેસે પણ ગુજરાતની પેટાચૂંટણી માટે પોતાના ચાર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે પરંતુ અલ્પેશ ઠાકોર સામે રાધનપુર બેઠક અને અજમલભાઈ ઠાકોર સામે ખેરાલુની બેઠક માટે કોઈ ઉમેદવાર જાહેર કરાયા નથી.