ટ્રાફિક નિયમો મદ્દે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી વિપક્ષ કંઈ નહીં કરી શકેઃ હાર્દિક પટેલ
ચાણસ્માના લણવા ખાતે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીની જાહેર સભામાં નિયમ વિરુધ્ધ ભાષણ કરવાના ગુનામાં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી. જેની મુદ્દતે હાર્દિક ચાણસ્મા સિવિલ કોર્ટમાં હાજર રહ્યો હતો. પાટણ જિલ્લાનાં ચાણસ્મામાં આચાર સંહિતા ભંગની ફરિયાદનાં મામલે સિવિલ કોર્ટમાં આજે હાર્દિક પટેલે હાજરી આપી હતી. ચાણસ્મા કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થતા તેમની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો કોર્ટ બહાર હાજર રહ્યા હતા જયારે હાર્દિક પટેલ તેમના વકીલ મુકેશ પટેલ સાથે હાજર રહ્યો હતો. કોર્ટે હાર્દિકને 10 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા અને આમ હાલ પૂરતી હાર્દિક ને રાહત મળી હતી.ચાણસ્મા કોર્ટમાં પ્રવેશે તે પહેલાં હાર્દિક પટેલે રાધનપુર પેટા ચૂંટણી ને લઈ અલ્પેશ ઠાકોર સામે નિવેદન કર્યું છે હાર્દિકે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર સરકારમાં ગયા છે પણ તેઓ વ્યસન મુક્તિ, યુવાનો ને નોકરી, સમાજનાં વિકાસની વાત, દારૂબંદી ની દરખાસ્ત સરકારમાં મૂકે તેવી સલાહ આપી છે. આ ઉપરાંત સરકારનાં નવા ટ્રાફિક નિયમન ને લઈ પણ નિવેદન કર્યું અને કહ્યું કે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી વિપક્ષ પણ કઇ કરી નહીં શકે .