સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: બુધવાર, 5 ઑગસ્ટ 2020 (09:51 IST)

રામ મંદિર ભૂમિ પૂજનનુ આ છે શુભ મૂહૂર્ત, જાણો 32 સેકંડ કેમ છે ખાસ

સવારે 11.40 પછીના આગામી 32 સેકંદ ખૂબ જ શુભ 
દરેક શુભ મૂહૂર્તમાં 16 ભાગ, 16 ભાગમાં 15 ભાગ અતિ શુદ્ધ 
 
અયોધ્યામાં આજે રામ મંદિરનુ ભૂમિ પૂજન થઈ રહ્યુ છે. . પૂજા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેમના સિવાય લગભગ 170 જેટલા પ્રતિષ્ઠિત અતિથિઓ ભૂમિપૂજનમાં સામેલ થશે. ભૂમિપૂજન વિશેષ મુહૂર્તમાં કરવામાં આવશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ મુજબ બુધવારે સવારે 11.40 વાગ્યે પછીની 32 સેકંડ ખૂબ જ શુભ છે. આ શુભ મુહૂર્તમાં ભૂમિપૂજનનું કાર્ય થશે.
 
સ્વામી ગોવિંદ દેવ ગિરીએ વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંદિર ફક્ત પુનર્નિર્માણનું નથી, રાષ્ટ્રની ચૈતન્યની પ્રતિષ્ઠાપના છે. તેમણે કહ્યું કે સદીઓથી વિદેશી લોકોએ આપણા દેશ પર આક્રમણ કર્યું છે, એ આક્રમણોનો પરિમાર્જન કરવાની ઝડપથી શરૂઆત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે  સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજને શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય અભિભાવકમાંથી  એક છે
 
ભૂમિપૂજન અંગે મહંત ગીરી મહારાજે કહ્યું કે 5 ઓગસ્ટે સવારે 11 વાગેની 40 મિનિત  પછી આવનારી 32 સેકંડમાં શ્રી રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થશે. તેમણે જણાવ્યુ કે શ્રી રામ મંદિર શિલાન્યાસ માટે તેમને બે શુભ મુહૂર્ત આપ્યા હતા.  તેમણે કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારા દ્વારા આપવામાં આવેલા બે શુભ સમયનો ખૂબ જ સુંદર ઉપયોગ કર્યો છે અને 29 જુલાઈએ રાફેલનું આગમન થયુ.  હવે 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે.
 
શુભ મુહુર્ત વિશે મહંતે જણાવ્યુ કે દરેક શુભ મુહૂર્તમાં 16 ભાગ હોય છે અને આ 16 ભાગમાં 15 ભાગ અતિ શુદ્ધ હોય છે. જેમાથી આ 32 સેકંડ છે. જ્યારે શ્રી રઆમ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેદ્ન્ર મોદીનો પણ સમાવેશ થશે. પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે લગભગ અયોધ્યા આવશે, હનુમાનગઢી મંદિર આવીને પૂજા અર્ચના કરશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ બે કલાક અયોધ્યામાં રહેશે. પીએમ સવારે સાઢા નવ વાગ્યે દિલ્હીથી રવાના થશે. લખનૌ પહોંચીને તેઓ હેલીકોપ્ટરથી અયોધ્યા પહોંચશે અને પૂજનમાં સામેલ થશે.