સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Updated : બુધવાર, 5 ઑગસ્ટ 2020 (00:34 IST)

Ram Mandir Ayodhya Bhumi Pujan - બન્યા પછી બિલકુલ આવુ દેખાશે રામ મંદિર, જુઓ ઝલક

સદીઓ રાહ જોયા પછી અયોધ્યા રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે તૈયાર છે. 5 ઓગસ્ટના રોજ જયારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંદિરના નિર્માણની પ્રથમ ઈંટ મુકશે ત્યારે આ સાથે જ રામજન્મભૂમિના સૈકડો વર્ષના અંધારા ઈતિહાસનો અંત થશે.  અયોધ્યામાં મંદિરના ભૂમિ પૂજન માટે તૈયારીઓ લગભગ સમાપ્ત થઈ ચુકી છે. રામના શહેરમાં મેહમાનોએ પહોંચવુ શરૂ કર્યુ છે. આ દરમિયાન મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટએ ભવ્ય મંદિરના પ્રસ્તાવિત મૉડલની તસ્વીરો પણ રજુ કરી દીધી છે. મંદિરની આ ડિઝાઈન વાસ્તુકાર નિખિલ સોમપુરાએ તૈયાર કરી છે. રામલલાના મંદિર માટે આ પહેલા વીએચપીનુ જુનુ મૉડલ અમારી સામે હતુ. તેને નિખિલના પિતા ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કર્યુ હતુ.  હવે જૂના ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો છે. મંદિરના નવા મોડલમા ઊંચાઈ, આકાર, ક્ષેત્રફળ અને બુનિયાદી સંરચનામાં પણ ઘણુ પરિવર્તન છે. 
સાઢા ત્રણ વર્ષમાં બનશે મંદિર 
 
આર્કિટેક્ટ પ્રોજેક્ટ મુજબ મંદિરને બનીને તૈયાર થવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે.  મંદિર ત્રણ માળનુ રહેશે અને આ વાસ્તુશાસ્ત્રના મુજબ બનાવાશે. 
પાંચ ગુંબજ 161 ફીટની ઊંચાઈ 
 
મંદિરના શિખરની ઊંચાઇ વધારીને 161 ફૂટ કરવામાં આવી છે. આ સાથે જ  ગુંબજોની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરવામાં આવી છે. મંદિરના ગ્રાઉન્ડનું કદ પણ ઓળંગી ગઈ છે.
ઊંચાઈમાં 33 ફીટની વૃદ્ધિ 
 
રામ મંદિરની ઊંચાઈમાં 33 ફીટની વૃદ્ધિ કરવામાં આવી રહી છે. આ કારણે એક વધુ માળ વધારવુ પડ્યુ છે. મંદિરના જૂના મૉડલના હિસાબથી મંદિરની લંબાઈ 268 ફીટ 5 ઈંચ હતી.  જેને વધારીને 280-300 ફીટ કરી શકાય છે. 
મંદિરની ટૉચ ગર્ભગૃહની ઉપર રહેશે 
 
જ્યાં રામલાલાનું ગર્ભગૃહ બનાવવામાં આવશે, તેની ઉપર જ શિખર બનાવવામાં આવશે. મંદિરમાં પાંચ ગુંબજ હશે. અગાઉના મંદિરના મોડેલમાં ફક્ત બે ગુંબજ હતા પણ નવા મૉડલમાં મંદિરની ભવ્યતઆ વધારવા માટે તેને 5 કરી દેવામાં આવ્યા છે. 
 
 
ગુંબજોની નીચે શ્રદ્ધાળુઓની વ્યવસ્થા 
 
રામ મંદિરના પાંચ ગુંબજની નીચેનો ભાગમાં ચાર ભાગ હશે. જેમા સિંહ દ્વારા, નૃત્યુ મંડપ, રંગ મંડપ બનશે.  અહી શ્રદ્ધાળુઓને બેસવાનુ વિચરણ કરવા અને વિવિધ કાર્યક્રમ આયોજીત કરવા માટે સ્થાન રહેશે. 
 
મંદિરના ભવ્ય ગુંબજ 
 
રામ મંદિરના પ્રસ્તાવિત મૉડલમાં ગુંબજની ભવ્યતા જોવા જેવી છે. 
દિલ્હીની કંપની ચમકાવી રહી છે પત્થર 
 
મંદિરની ભવ્યતા વધારવા માટે તેનુ જમીની ક્ષેત્રફળ પણ વધાર્યુ છે. મંદિરમાં પત્થર એ જ લાગશે જે રામ મંદિર કાર્યશાળામાં કોતરીને મુકવામાં આવ્યા છે. આ પત્થરોની સાફ સફાઈ કરીને તેને ચમકાવવાનુ કામ દિલ્હીની કંપની કરી રહી છે. 
 
20-25 ફુટ ફાઉન્ડેશન ખોદકામ
 
માટી પરીક્ષણની રિપોર્ટના આધાર પર મંદિર માટે પાયાનુ ખોદકામ થશે.  આ 20થી 25 ફીટ ઊંડુ થઈ શકે છે.  પ્લેટફોર્મ કેટલુ ઊંચુ રહેશે. તેના પર નિર્ણય રામ મંદિર ટ્રસ્ટ કરશે. હજુ 12 ફીટથી 14 સુધીની ઊંચાઈની વાત ચાલી રહી છે. 
મંદિરમાં 300થી વધુ સ્તંભ 
 
રામ મંદિર માટે નવા મોડલ મુજબ, આખા મંદિરમાં કુલ 318 સ્તંભ હશે. મંદિરના દરેક માળ પર 106 સ્તંભ બનાવાશે. 
 
કેટલુ રોકાણ  ? 
 
મંદિરના શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરાનુ માનીએ તો મંદિર બનવામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનુ રોકાણ લાગશે. તેમણે એ પણ કહ્યુ છે કે આ ખર્ચ વધી શકે છે. નિર્માણના સમયની સીમા નક્કી કરવામાં આવશે તો વધુ સંસાધનો જોઈશે. જેનાથી બજેટ વધશે. 
 
શિલ્પ શાસ્ત્રની ગણનાઓથી બનશે મંદિર 
 
રામ મંદિરની ડિઝાઈન નાગર સ્ટાઈલની છે. તેને શિલ્પ શાસ્ત્રને મગજમાં મુકીને બનાવાઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે દરેક ગણના ખૂબ વિશેષ છે.  ઉદાહરણ રૂપે કોઈપણ આયામ ગર્ભગૃહથી મોટુ નથી હોઈ શકતુ.  આ ઉપરાંત ગર્ભગૃહનુ મોઢુ કેવુ હોવુ જોઈએ ? જેવી વાતોનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 
સાઢા ત્રણ વર્ષમાં  બની જશે મંદિર 
 
5 ઓગસ્ટના રોજ નીવની પ્રથમ ઈંટ મુક્યા પછી મંદિર નિર્માણનુ કામ શરૂ થઈ જશે. એવુ બતાવાય રહ્યુ છે કે સાઢા ત્રણ વર્ષની અંદર મંદિરનુ કામ પૂર્ણ થશે. હવે લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે આ સમય જલ્દી પૂરો થાય અને એકવાર ફરીથી જન્મભૂમિ મંદિરમાં નિર્વિધ્ન રૂપથી ભગવાન રામના દર્શન શરૂ થઈ શકે.