રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2024 (01:06 IST)

Ram Mandir Yam Niyam: મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યમ-નિયમનું પાલન શા માટે જરૂરી છે? જાણી લો આમાં શું કરવાનું હોય છે

yam niyam anushthan
yam niyam anushthan
Ram Mandir Ayodhya: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024, સોમવારે થશે. રામ ભક્તો વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. હવે જઈને તેમની ધીરજ અને ધૈર્યનું ફળ મળશે. 22 જાન્યુઆરીએ નવા રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. સાથે જ તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા એક ખૂબ જ પવિત્ર પ્રક્રિયા છે, તેના માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આજ નિયમમાં છે યમ અનુષ્ઠાન.  તો ચાલો જાણીએ કે યમ અનુષ્ઠાનના નિયમ શું છે.
 
યમ અનુષ્ઠાનના નિયમ શું છે ?
 
શાસ્ત્રો મુજબ મૂર્તિનો અભિષેક કરતા પહેલા યમના કડક નિયમોનું પાલન કરવું પડે છે. અષ્ટાંગ યોગના આઠ ભાગો છે, જેમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, ભજન, સમાધિ, યમ અને નિયમનો હોય છે. યમ નિયમમાં અન્ન અને પથારી પર સુવાનો ત્યાગ અને દરરોજ સ્નાન કરવાનું હોય છે. શાસ્ત્રો અનુસાર મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાનને મૂર્તિ સ્થાપના કરતા પહેલા યમ નિયમોનું પાલન કરવું પડે છે.
 
પીએમ મોદી કરી રહ્યા છે યમ નિયમનું પાલન 
રામ લલ્લાના અભિષેકના મુખ્ય યજમાનના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. આવી સ્થિતિમાં પીએમ મોદી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે યમ-નિયમનું પાલન કરી રહ્યા છે. પીએમ છેલ્લા 8 દિવસથી ઉપવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી અન્ન ગ્રહણ નથી કરી રહ્યા અને નારિયેળનું પાણી પી રહ્યા છે. આ સાથે અન્ય યમના નિયમોનું પણ પાલન કરી રહ્યા છે. પીએમ મોદી 11 દિવસનું અનુષ્ઠાન અને વ્રત કરી રહ્યા છે