શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 21 જૂન 2018 (14:29 IST)

ભગવાનની આરતીમાં છે સંપૂર્ણ સાયંસ, ઘરમાં 4 રીતે થાય છે ફાયદા

મંદિરોમાં તો ભગવાનની આરતી રોજ થાય છે પણ જો આપણે ઘરમાં પણ ભગવાનની આરતી રોજ કરીએ તો તેનાથી 4 ફાયદા થાય છે. ભગવાનની પૂજાથી મનને શાંતિ તો મળે જ છે પણ જ્યારે આપણે વિધિ વિધાનથી આરતી કરીએ છીએ તો તેનો ખૂબ સકારાત્મક પ્રભાવ સમગ્ર ઘરમાં પડે છે. ઘરમાં નેગેટિવ એનર્જી રહેતી નથી.  બેક્ટેરિયા મરી જાય છે. ઘરની આસપાસનુ વાતાવરણ ખુશનુમા રહે છે. ઘરના લોકોનો સેલ્ફ કૉંફિડેંસ વધે છે. તેનુ કારણ છે ભગવાનની આરતીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેની કેટલીક સાયંટિફિક અસર ઘરમાં જોવા મળે છે. 
 
ઘરમાં ભગવાનની આરતી સવારે કે સાંજના સમયે કે પછી બંને સમય કરી શકાય છે. આરતીમાં ઘી દીવો કપૂર અગરબત્તી ઘંટી અને ફૂલનો ઉપયોગ થાય છે. તેમા દરેક વસ્તુનુ પોતાનુ મહત્વ છે. 
ભગવાનની આરતી આ વસ્તુઓ વગર ન થવી જોઈએ.  તેનાથે ઘરના વાતાવરણ પર કેવી પોઝિટિવ અસર થાય છે તેની પાછળ પુરુ એક સાયંસ છે. 
 
કપૂર - આરતીમાં પ્રગટાવવામાં આવતુ કપૂર વાતાવરણમાં રહેલ બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ધુમાડો ઘર માટે ખૂબ લાભકારી હોય છે. કપૂરમાં કેટલાક એંટી બેક્ટેરિયા તત્વ હોય છે. આ કારણે અનેકવાર આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ દવાના રૂપમાં થાય છે. 
 
ઘી નો દીવો - જો આરતીમાં ગાયના દૂધથી બનેલ ઘી નો દીવો લગાવવામાં આવે તો ઘરની નેગેટિવ એનર્જીને હટાવી દે છે. ગો-મૂત્રની જેમ જ ગાયના દૂધથી બનેલ ઘી માં પણ નેગેટિવ એનર્જીને દૂર કરવાની તાકત હોય છે.  ઘી ના દિવાની લો અને ઘુમાડાથી ઘરની નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે. 
 
ઘંટી - આરતી વખતે વગાડવામાં આવતી ઘંટીનો નાદ પણ ઘરમાં પોઝીટિવ એનજ્રી ક્રિએટ કરે છે. ઘરમાં સુખ અને શાંતિ માટે ઘંટી અને શંખનો અવાજ થવો શુભ હોય છે. 
 
ફૂલ - ફૂલનુ પોતાનુ મનોવૈજ્ઞાનિક મહત્વ છે. ભગવાનને ચઢાવવામાં આવેલ તાજા ફૂલ ઘરના વાતાવરણમાં માહોલ સુગંધ અને તાજગીનો એહસાસ કરાવે છે. જે લોકો પોતાના ઘરના મંદિરમાં રોજ તાજા ફૂલ ભગવાનને ચઢાવે છે તેમના ઘરના વાતાવરણ હંમેશા તાજગી રહે છે.  
 
અગરબત્તી - અગરબત્તી અને ધૂપબત્તીના ધુમાડાથી વાતાવરણ સુગંધથી ભરાય છે. આ મનને શાંતિ અને વિચારોને શુદ્ધ કરે છે.  અગરબત્તી લગાવીને ધ્યાન કરવાથી ધ્યાન સારુ થાય છે. મન એકાગ્ર અને તનાવમુક્ત થાય છે.