શ્રાવણ મહિનાના મંગળવારે કરશો આ ઉપાય તો તમારી તિજોરી ભરેલી રહેશે
શ્રાવણ માસ અને સાધના વચ્ચે મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. જેના વગર પરમ તત્વની પ્રાપ્તિ શક્ય નથી. . મન ચંચળ અને અતિ ચલાયમાન બને છે. સાધક જ્યારે સાધના ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે મન એક વિકરાળ અવરોધ બનીને ઉભુ થઈ જાય છે.
શ્રાવણ મહિનામાં મન રોમાંચિત અને ભાવવિભોર રહે છે. તેથી મનને નિયંત્રિત કરવુ સહેલુ નથી. મનને સાધવામાં સાધકને લાંબી ધીરજ રાખવી પડે છે. મન જ મોક્ષ અને બંધનનુ મૂળ કારણ છે. તેથી મનથી જ મુક્તિ છે અને મન જ બંધનનુ કારણ છે.
ભગવાન શંકરે મનના કારક ચંદ્રમાને જ પોતાના મસ્તક પર સ્થાન આપ્યુ છે તેથી સાધકાની સાધના નિર્વિધ્ન રૂપે સંપન્ન થતી જાય છે. શ્રાવણના આ વિશિષ્ટ લેખમાં અમે તમને બતાવી રહ્યા છે શિવના મતંગેશ્વર સ્વરૂપ વિશે અને તેની શક્તિ માતા માતંગી વિશે. માતા માતંગી દશમહાવિદ્યાના ક્રમમાં નવમાં સ્થાન પર છે. માતા માતંગી શ્યામ વર્ણ અને ચંદ્રમાના મસ્તક પર ધારણ કરે છે. આ પૂર્ણતયા વાગ્દેવીની જ પૂર્તિ છે. ચાર ભુજાઓ ચાર વેદ છે. મા માતંગી વૈદિકોની સરસ્વતી છે. માતા માતંગી મતંગ ઋષિની પુત્રી હતી. મતંગ ઋષિ પરમ શિવભક્ત હતા અને દેવી માતંગીએ શિવ સાધના કરી શિવના મતંગેશ્વર સ્વરૂપની પ્રાપ્તિ કરી.
ઉપાય - મંગળવારના દિવસે ઘરમાં વિરાજીત પારદ શિવલિંગ અથવા શિવાલય જઈને શિવલિંગ સાથે શિવ પરિવારનુ વિધિપૂર્વક પૂજન કરો. યથાસંભવ લાલ ધાબળાના આસનનો પ્રયોગ કરો. ચમેલીના તેલનો દિપક પ્રગટ કરો. ગુગળની ધૂપ કરો. સિંદુર ચઢાવો. ગોળનો નૈવેદ્ય લગાવો. લાલ કરેણના ફુલ ચઢાવો.
- સિંદૂરથી શિવલિંગ પર તિલક કરો. પૂજા પછી ડાબા હાથમાં જાયફળ લઈને જમણા હાથથી આ મંત્રનો 108 વાર રૂદ્રાક્ષની માળાથી જાપ કરો.
- મંત્ર છે - ॐ ह्रीं क्लीं हूं मातंग्यै महासारस्वतप्रदाय मतंगेश्वर नमः शिवाय।।
મંત્ર જાપ પછી શિવલિંગની આરતી કરો અને જાયફળને ઘરની તિજોરીમાં સ્થાપિત કરો. આ ઉપાય સફળતા સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને હંમેશા તિજોરીને પૈસાથી ભરેલી રાખે છે. જીવનનુ કોઈ ક્ષેત્ર અધૂરુ કે બાકી રહેતુ નથી. માતંગી અને મતંગેશ્વર સાધનાની સિદ્ધિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે.