Jaya Ekadashi - આ ઉપાય કરશો તો ભૂત-પ્રેતની યોનિથી મળશે મુક્તિ
હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણએ આ જયા એકાદશીનુ મહત્વ બતાવતા જણાવ્યુ કે આ વ્રતના પ્રભાવથી વ્રતધારી બ્રહ્મ વગેરે પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. આખો દિવસ વ્રત રાખવા ઉપરાંત જાગરણ કરો. રાત્રિ વ્રત કરવુ શક્ય ન હોય તો ફળાહાર કરો. બારસના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી યોગ્ય દાન દક્ષિણા આપીને વિદાય આપો. પછી ખુદ ભોજન ગ્રહણ કરો. ધર્મ શાસ્ત્રો મુજબ જે જયા એકાદશીનુ વ્રત કરે છે તેને પિશાચ યોનિમાં જન્મ લેવો પડતો નથી.