ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2022 (15:34 IST)

સાંજે ન કરો આ પાંચ કામ, નહિ તો ધનની દેવી લક્ષ્મી રિસાઈ જશે

શાસ્ત્રોમાં જણાવ્યુ  છે કે ધન, સારુ  સ્વાસ્થય  અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન. શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય દિવસના સમયે ન ઉંઘવું જોઈએ. દિવસમાં ઉંઘવાથી લક્ષ્મી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ  થઈ જાય છે. આ જ રીતે એવા પણ કેટલાક કામ છે જે રાતે ન કરવા જોઈએ. 

 
ઘણા લોકોની ટેવ હોય છે કે દિવસમાં સમય ના મળે તો રાતે જ નખ કાપવા લાગે છે ,જયારે કે શાસ્ત્રોમાં  રાતે નખ કાપવા અશુભ હોય છે. આ જ રીતે નખ કાપીને નહાવું પણ  અપશકુન ગણાય છે, કારણ કે નખ કાપીને સ્નાન ત્યારે કરવામાં આવે છે જ્યારે ઘર-પરિવારમાં કોઈની મૃત્યું થઈ હોય. રાત્રે  નખ કાપવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ  જાય છે અને સ્વાસ્થ્યને  હાનિ થાય છે. 

સાવરણીને લક્ષ્મીનું પ્રતીક ગણાય છે. આથી શાસ્ત્રોમાં  કહ્યં છે કે સાવરણીને ક્યારે પણ પટકવી કે ફેંકવી  ન જોઈએ અને એને એવી જ્ગ્યાએ ન મુકવી  જોઈએ  જ્યા  આવતા-જતાં લોકોની નજરે પડે . સાવરણી અંગે  એક માન્યાતા એવી છે કે સવારે ઉઠીને અને રાતે સાંજ ઢળતા પહેલાં ઘર અને ઘરની પાસેની સાફ-સફાઈ કરવી જોઈએ.  સાંજ પછી ઝાડૂ ન લગાવવી જોઈએ. એવી માન્યતા છે કે રાતે કચરો વાળતા ખર્ચ વધે છે અને આર્થિક નુકશાન થાય છે.  દેશના કેટલાક ભાગમાં એવી માન્યાતા છે કે રાત્રે  કચરો કાઢવાથી કે ઝાડૂ કરવાથી કન્યા સંતાનનો જન્મ થાય છે.
રાતના સમયે વાળ ન કાપવા જોઈએ. જે લોકો દિવસમાં સમય ન મળતા રાતે  કે સાંજે વાળ કાપે છે જે શાસ્ત્રાનુસાર યોગ્ય નથી 
 
રાત્રે જો તેલ કે સુગંધિત વસ્તુઓ લગાવીને ઉંઘવાની ટેવ હોય તો એ પણ  શાસ્ત્રાનુસાર યોગ્ય નથી . રાત્રે તેલ કે સુગંધિત પદાર્થ લગાવીને ઉંઘવાથી નકારાત્મક ઉર્જાની  અસર વધે છે.  આથી મન વિચલિત થાય  છે અને ઘણી પ્રકારના મનોવિકાર ઉત્પન્ન થાય છે. આથી જો તમને  તેલ કે  સુગંધિત વસ્તુઓનો પ્રયોગ કરવો  હોય તો સાંજ પહેલાં જ એનો  પ્રયોગ કરી લો. મહિલાઓ માટે એવું પણ કહેવાય  છે કે રાત્રે વાળ ખોલીને નહી ઉંઘવું જોઈએ. 
 
ધનનું લેવડ-દેવડ હમેશા સૂર્યાસ્ત પહેલાં કરી લેવુ  જોઈએ. સાંજ પછી ધનનું લેવડ-દેવડ કરવું શુભ નથી ગણાતુ.