સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (00:39 IST)

મંગળદોષ દૂર કરવા માટે મંગળવારે કરો આ 5 ઉપાય

mangaldosh
નવ ગ્રહ કુંડળીના વિવિધ ભાવોનુ પ્રતિનિધિત્વ કરે છે અને પોતપોતાના સ્વભાવ મુજબ એ ભાવોને પ્રભાવિત કરે છે.   તેના આધાર પર જ્યોતિષ વિદ્યામાં કુંડળીને વિવિધ દોષોથી ગ્રસ્ત પણ જોવામાં આવે છે. જેમાંથી એક મંગળદોષ પણ છે. મંગળદોષથી પ્રભાવિત વ્યક્તિને માંગલિક કહેવામાં આવે છે.   એક વિદ્વાન જ્યોતિષ જ કોઈ વ્યક્તિની કુંડળી જોઈને બતાવી શકે છે કે સંબંધિત વ્યક્તિનો મંગળ કેટલો ભારે છે કેટલો લાભદાયક કે નુકશાનદાયક હોઈ શકે છે. 
 
જો કોઈ વ્યક્તિની જનમ કુંડળીમાં મંગળ અશુભ છે તો તેને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. લગ્નમાં મોડુ થાય છે કે પછી બહુ જલ્દી જ લગ્ન થઈ જાય છે.  ધન સંબંધમાં પણ  ઘણી સમસ્યાઓ ચાલતી રહે છે.  ઘર જમીન સંપત્તિ ને લઈને તનાવનો સામનો કરવો પડે છે. 
 
જમીન સંબંધિત કામ કરનારા લોકોને મંગળ સૌથી વધુ પ્રભાવિત કરે છે. પ્રોપર્ટીના સોદા કે વ્યવસાય પર મંગળની સીધી અસર પડે છે. જો તમારી કુંડળીમં મંગળ અશુભ સ્થિતિમાં છે તો તમે મંગળના અશુભ પ્રભાવોથી ગ્રસિત છો તો મંગળવારે આ ઉપાયોથી તમે મંગળને શાંત કરી શકો ક હ્હો.  આ ઉપાયોથી મંગળદેવ તમારી પરેશાનીઓ દૂર કરી શકે છે. 
 
તો આવો જાણીએ મંગળ દોષ દૂર કરવાના સરળ ઉપાય 
 
મંગળ દોષના નિવારણ માટે હનુમત આરાધનાથી  વિશેષ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિએ મંગળવારનુ વ્રત જરૂર કરવુ જોઈએ અને આખો દિવસ પવનપુત્ર હનુમાનનુ ધ્યાન કરવુ જોઈએ. 
 
બીજો ઉપાય છે વાંદરોને ગોળ અને ચણા ખવડાવો 
 
મંગળવારના દિવસે હનુમાનજીના ચરણો પરથી સિંદુર લઈને તમારા માથા પર તેનો ટીકો કરવો જોઈએ અને વાંદરાઓને ગોળ અને ચના ખવડાવવા જોઈએ. 
 
સુંદરકાંડનો પાઠ 
 
સુંદરકાંડનો પાઠ હનુમાનાષ્ટક મંત્ર અને બજરંગ બાણનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત મંગળવારના દિવસે કોઈ લાલ વસ્ત્રમાં મસૂરની દાળને લપેટીને ભિખારીને દાન કરવી જોઈએ. 
 
લાલ પત્થર - મંગળદોષથી પીડિત વ્યક્તિ જો ખુદ પોતાના ઘરનુ નિર્માણ કરાવે છે તો તેને લાલ રંગના પત્થરનો પ્રયોગ જરૂર કરવો જોઈએ 
 
ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેશો 
 
સાથે જ આ ખૂબ જરૂરી છે કે દરેક વસ્તુઓમાં ઉતાવળ કરવાનો સ્વભાવ હોવા ચહ્તા તમારે સમઝ્યા વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવાથી બચવુ જોઈએ.  મંગળદોષ વ્ય્કતિને ઉતાવળીયો બનાવે છે. તમારે તમારા વિવેકનો ઉપયોગ કરીને આ કમીને પાર કરવી જોઈએ. 
 
ઘરમાં લાલ છોડ લગાવો - મંગળદોષથી પીડિત વ્યક્તિ માટે તમારા ઘરની બાલકની કે ચોકમાં લાલ રંગના ફુલવાળો છોડ લગાવો અને તેમની સેવા કરવી ખૂબ સારી રહેશે. 
 
હનુમાનજીની કૃપા - હનુમાન આરાધાના એક રામબાણ છે જે તમને બધી તકલીફોથી ઉગારી શકે છે.  કારણ કે હનુમનાજીને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિયોના સ્વામી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તેમની કૃપા હોય તો કોઈપણ ગ્રહ તમને કષ્ટ નથી પહોંચાડી શકતુ.