1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Adhik Maas Parama Ekadashi 2026 date

2026 Parama Ekadashi - પરમા એકાદશી વ્રત કથા અને શુભ મુહૂર્ત

Adhik Maas Ekadashi
Adhik Maas Ekadashi 2026: આમ તો એકાદશીનું વ્રત દર મહિને થાય છે, પરંતુ અધિક માસ અથવા પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને તેઓ ઘણા જન્મોના પાપોથી મુક્ત થાય છે. આ એકાદશીઓ દુર્લભ છે કારણ કે તે દર ત્રણ વર્ષે ફક્ત એક જ વાર આવે છે. ચાલો જાણીએ કે અધિક માસ 2026 માં આવતી  પરમ એકાદશીની તારીખ અને શુભ મુહુર્ત
 
અધિક માસની બીજી એકાદશી પરમ એકાદશી છે, જે 11 જૂન, 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ એકાદશી માટે પારણાનો સમય 12 જૂનના રોજ સવારે 5:23 થી 8:10 વાગ્યા સુધીનો રહેશે. પારણા તિથિના દિવસે ઉપવાસ તોડવાનો સમય સાંજે 7:36 વાગ્યાનો છે. પરમ એકાદશી 10 જૂનના રોજ રાત્રે 12:57 વાગ્યે શરૂ થશે અને 11 જૂનના રોજ રાત્રે 10:36 વાગ્યે સમાપ્ત થશે.
 
જે લોકો આ એકાદશીનું વ્રત રાખે છે તેમણે દશમી તિથિ પર એક ભોજન કરવું જોઈએ. ધ્યાન રાખો કે આહાર સાત્વિક હોવો જોઈએ.
 
એકાદશીના દિવસે શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને સંકલ્પ કરો અને પછી ધૂપ, દીપ, ચંદન, ફળ, તલ અને પંચામૃતથી વિષ્ણુજીની પૂજા કરો. વ્રતની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત કરવાથી સોનું દાન, ભૂમિ દાન, અન્ન દાન અને ગાય દાન કરતાં વધુ પુણ્ય મળે છે.
 
આ કથા ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત કાળમાં અર્જુનને સંભળાવી હતી. પ્રાચીન સમયમાં કમ્પિલ્ય નગરમાં એક સુમેધા નામના બ્રાહ્મણ અને તેમની પવિત્ર પત્ની પવિત્રા રહેતા હતા તેઓ અત્યંત દયાળુ અને અતિથિ-સેવક હતા, પરંતુ પોતાના સદ્ગુણોને કારણે તેઓ એક સમયે ગરીબીમાં સરી પડ્યા અને તેમની પાસે અન્નનો એક દાણો પણ ન રહ્યો. આ સ્થિતિ જોઈને સુમેધાની પત્નીએ કહ્યું કે, "હે સ્વામી! અન્ય કોઈનું દાન સ્વીકારવું એ સૌથી મોટું પાપ છે. તેથી આપણે કોઈ એવા ઉપાય કે વ્રતની શોધ કરવી જોઈએ જે આપણી આ ગરીબી અને દુઃખનો નાશ કરે."
આ સાંભળીને સુમેધાએ પોતાની પત્નીને કૌડિન્ય ઋષિના આશ્રમે મોકલી, જ્યાં ઋષિએ તેમને તમામ દુઃખોનો નાશ કરનાર ‘પરમ એકાદશી’ ના વ્રત વિશે વિસ્તારથી જણાવ્યું. તેમના માર્ગદર્શન મુજબ, તે બ્રાહ્મણ દંપતીએ આ વ્રત પૂરી શ્રદ્ધા અને વિધિ-વિધાનથી કર્યું.વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દંપતીને તમામ કષ્ટોમાંથી મુક્ત કરીને ધન-ધાન્યથી પરિપૂર્ણ કરી દીધા. આ વ્રત એટલું પ્રભાવશાળી છે કે સ્વયં દેવરાજ ઈન્દ્રના દરબારમાં રહેતા કુબેર પણ આ વ્રતના પ્રભાવથી જ સંપત્તિના દેવતા બન્યા હોવાની માન્યતા છે.
 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
ये भी पढ़ें
Adhik Maas Ekadashi 2026: અધિક માસમાં આવશે મહાપુણ્ય આપનારી આ બે દુર્લભ અગિયારસ, નોઘી લો તારીખ